મુંબઈમાં કોરોના ઇન્ફેક્શનનાં તીવ્ર લક્ષણો ધરાવતા દર્દીઓ ઘટ્યા

23 July, 2020 07:06 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈમાં કોરોના ઇન્ફેક્શનનાં તીવ્ર લક્ષણો ધરાવતા દર્દીઓ ઘટ્યા

માહિમના ક્રાંતિનગરમાં કોવિડ ટેસ્ટ કરાવતી પાલિકા. તસવીર : આશિષ રાજે

મુંબઈમાં કોરોના ઇન્ફેક્શનનાં તીવ્ર લક્ષણો ધરાવતા દર્દીઓનું પ્રમાણ ૨૦ ટકાથી ઘટીને ૧૨ ટકા પર આવ્યું છે. કોરોનાનો પૉઝિટિવ રિપોર્ટ ધરાવતા ૧૧૦૦થી ૧૨૦૦ દર્દીઓમાંથી ૧૫૦થી ૧૮૦ દર્દીઓમાં એ બીમારીનાં લક્ષણો તીવ્ર રૂપમાં જોવા મળે છે. મહાનગરપાલિકાના રેકૉર્ડ્સ મુજબ આ દિવસોમાં ૧૦૦થી ૧૨૦ દર્દીઓને હૉસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે. તે ઉપરાંત એક મહિના પહેલાં કોરોના ઇન્ફેક્શનના તીવ્ર લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિની જે ઝડપી ગતિ હતી એ પણ હવે ઘટી છે.

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલે જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં ૧૦૦ કોવિડ-19 પૉઝિટિવ દર્દીઓમાંથી ૨૦ દર્દીઓમાં બીમારીની તીવ્રતા સપાટી પર હોય છે. એથી એ દર્દીઓને હૉસ્પિટલાઇઝેશન, ઑક્સિજન અને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (આઇસીયુ)ના બેડની જરૂર પડે છે. જોકે મુંબઈમાં બીમારીનાં લક્ષણો તીવ્ર રૂપે ન દેખાતાં હોય એવા દર્દીઓની સંખ્યા વધી રહી છે. તીવ્ર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે જ હૉસ્પિટલાઇઝેશન અનિવાર્ય હોય છે. એથી હવે શહેરની હૉસ્પિટલોમાં બેડ પણ ખાલી પડી રહ્યા છે.’

આ પણ વાંચો : મુંબઈ : જીભના ચટાકા પરની લગામ છે વરદાન

ઇકબાલસિંહ ચહલે જણાવ્યું હતું કે ‘મુંબઈમાં કોવિડ-19ના ૨૨,૧૫૭ બેડમાંથી હાલ ૧૨,૦૦૨ બેડ ઑક્યુપાઇડ છે. નોર્મલ અને ઑક્સિજન બેડમાંથી ૪૦ ટકા ખાલી પડ્યા છે. પરંતુ આઇસીયુ અને વેન્ટિલેટરવાળા ૯૦ ટકા બેડ ઑક્યુપાઇડ છે. ૨૪ જૂને ૩૦,૦૫૩ એક્ટિવ પેશન્ટ્સમાંથી ૧૧,૬૪૧ તીવ્ર લક્ષણો ધરાવતા અને ૯૬૩ ગંભીર સ્થિતિના દર્દીઓ હતા. ૨૧ જુલાઈએ ૨૩,૮૬૫ એક્ટિવ પેશન્ટસમાંથી તીવ્ર લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા ૫૨૫૨ હતી અને ગંભીર સ્થિતિના દર્દીઓની સંખ્યા ૧૨૮૬ હતી.’

mumbai mumbai news coronavirus covid19 prajakta kasale