હવે ATMમાંથી કાર્ડ વગર પૈસા મળશે

12 September, 2014 05:00 AM IST  | 

હવે ATMમાંથી કાર્ડ વગર પૈસા મળશે

જોકે ICICI બૅન્કે પોતાના ગ્રાહકોને ડેબિટ કાર્ડ વગર ફક્ત પોતાનો મોબાઇલ નંબર વાપરીને પૈસા કાઢવાની સુવિધા ઉપલબ્ધ કરાવી આપી છે એટલું જ નહીં, જે વ્યક્તિનું બૅન્કમાં ખાતું નહીં હોય તેવી વ્યક્તિને પણ આ કાર્ડલેસ કૅશ વિધડ્રૉઅલ સર્વિસનો ઉપયોગ કરીને પૈસા મોકલવાનું સહેલું થઈ જશે.

જે વ્યક્તિનું બૅન્કમાં ખાતું ન હોય તેવી વ્યક્તિને પૈસા ફક્ત મનીઑર્ડર મારફત જ મોકલી શકાતા હતા. પાછો આ વિકલ્પ ખર્ચાળ અને સમય માગનારો પણ છે. જોકે કાર્ડલેસ કૅશ વિધ્ડ્રૉઅલ સર્વિસને કારણે આ ઝંઝટથી છુટકારો મળશે. ICICI બૅન્કમાં બચત ખાતું ધરાવતી દરેક વ્યક્તિ ઇન્ટરનેટ બૅન્કિંગ પર લૉગ-ઇન કરીને આ કાર્ડલેસ કૅશ વિધ્ડ્રૉઅલ સર્વિસનો લાભ લઈ શકશે. ધીમે-ધીમે બધી બૅન્કોમાં આ સુવિધા ઉપલબ્ધ થવાથી આર્થિક વ્યવહાર સાવ સહેલો થઈ જશે.