હવે બહારગામ જતી વખતે સ્ટેશન પર સામાન સંભાળવાનું ટેન્શન દૂર

31 August, 2021 11:40 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

રેલવેએ પ્રાયોગિક ધોરણે ડિજી લૉકર નામની સર્વિસ શરૂ કરી છે ‍જેમાં પૅસેન્જર્સ પોતાનો લગેજ મૂકીને નિરાંતે ટ્રેનની રાહ જોઈ શકે છે

સીએસએમટી ખાતે ડિજી લૉકરનો ઉપયોગ કરી રહેલો મુસાફર

રેલવેએ પ્રાયોગિક ધોરણે ડિજી લૉકર નામની સર્વિસ શરૂ કરી છે ‍જેમાં પૅસેન્જર્સ પોતાનો લગેજ મૂકીને નિરાંતે ટ્રેનની રાહ જોઈ શકે છે

લાંબા અંતરની મુસાફરી વખતે સ્ટેશન પર પહોંચ્યા બાદ ટ્રેનની રાહ જોવાનો સમય ખૂબ કંટાળાજનક હોય છે. મુસાફર તેની સાથેના લગેજને કારણે મુક્તપણે ક્યાંય જઈ શકતો નથી. આવામાં લગભગ બે અઠવાડિયાં પહેલાં રેલવેએ પ્રથમ વાર પ્રાયોગિક ધોરણે બૅગેજ ડિજિટલ લૉકરનો પ્રયોગ કર્યો છે. અત્યાર સુધીમાં ૨૨૦૦ મુસાફરોએ આ ડિજી લૉકર્સનો ઉપયોગ કરી રેલવેને લગભગ એક લાખ કરતાં વધુ રકમની આવક રળી આપી હતી. રેલવે આ પ્રયોગ અન્ય સ્ટેશનો પર પણ કરી રહી છે.

બૅગેજ ડિજિટલ લૉકર્સ એના ઉપયોગકર્તાને આપવામાં આવેલી રસીદ પરના ક્યુઆર કોડ સ્કૅનરથી જ ખૂલતી હોવાથી એમાં મુસાફર તેમનો સામાન સુરક્ષિત રાખી શકશે.

જનરલ મૅનેજર અનિલ કુમાર લાહોટીએ જણાવ્યું હતું કે ‘આ ડિજી-ક્લોકરૂમ મુસાફરોને તેમનો સામાન જમા કરાવા માટે પૂરતી સલામતી આપશે અને તેમની સગવડમાં વધારો કરશે.’

ડિજી લૉકર્સને મુસાફરોએ વ્યાપક રીતે આવકાર્યા છે. બે અઠવાડિયાંમાં મુંબઈ સીએસએમટી ખાતે લગભગ ૨૨૦૪ મુસાફરોએ લૉકરનો ઉપયોગ કરી ૩૪૪૬ બૅગ લૉકર્સમાં રાખી રેલવેને ૧.૦૩,૩૮૦ રૂપિયાની આવક રળી આપી હોવાનું મધ્ય રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે જણાવ્યું હતું.

ડિજી લૉકરના ઇન્સ્ટૉલેશન, દેખરેખ અને કામકાજ એનો કૉન્ટ્રૅક્ટ જે કંપનીને સોંપાશે તેણે વહન કરવાનો રહેશે. દાદર અને કુર્લા એલટીટી ખાતે આવા જ બીજા  પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

નવા ડિજી લૉકર્સ એક પ્રકારના સ્માર્ટ ક્લોકરૂમ છે જે સામાનને પરંપરાગત કિંમતે (૨૪ કલાકના ૩૦ રૂપિયા હિસાબે) ટેક્નૉલૉજી અને ક્યુઆર કોડનો ઉપયોગ કરીને સાચવશે. હવે સ્માર્ટ ક્લોકરૂમમાં મુસાફરોના બૅગને ડિજિટલ લૉકરમાં રાખવામાં આવશે, જે  લૉકરધારકની રસીદ પરના ક્યુઆર કોડની મદદથી ખૂલશે. મુસાફરો તેમના સામાનના માપ પ્રમાણે લૉકર પસંદ કરી શકશે.

આ રહ્યા તમને મૂંઝવી રહેલા પ્રશ્નોના ઉત્તર

- સ્માર્ટ ક્લોકરૂમમાં પ્રવેશ પહેલાં પ્રત્યેક બૅગનું આરપીએફ એક્સરે સ્કૅનિંગ કરવામાં આવશે તથા સ્કૅનિંગ બાદ એને ટૅગ આપવામાં આવશે.

- આવી શક્યતા ઘણી જ ઓછી છે કેમ કે ક્લોકરૂમમાં દિવસના ચોવિસે કલાક અને અઠવાડિયાના સાતે દિવસ મૅનેજર હાજર રહેશે તેમ જ એ સીસીટીવી નેટવર્કની નિગરાની હેઠળ રહેશે.

- ક્લોકરૂમની ટીમ કોઈને પણ બૅગ સોંપતાં પહેલાં બૅગ મૂકતી વખતે મુસાફરે આપેલા ફોન નંબર અને અન્ય વિગતો સરખાવ્યા બાદ મુસાફરને બૅગની સોંપણી કરશે.

- અમુક ચોક્કસ દિવસ રાહ જોયા બાદ આ બૅગની સોંપણી સ્ટેશન પરના લોસ્ટ પ્રૉપર્ટી સેલમાં જમા કરવામાં આવશે.

mumbai mumbai news indian railways rajendra aklekar