Mumbai: અપરાધીઓ અને નશેડીઓ વિરુદ્ધ RPFનો નવો દાવ, હવે ડ્રોનથી રાખશે નજર

14 August, 2021 07:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

RPFએ એક વર્શ પહેલા ડ્રોન ખરીદ્યા હતા. આમાંથી બે ડ્રોન થાણેથી કલ્યાણ રેલવે સ્ટેશનની સીમામાં એક મહિનામાં 6થી 7 વાર ઉડાડવામાં આવશે. આરપીએફને આનો ફાયદો પારસિક ટનલ, કલવા, કલ્યાણ, કર્જત અને કસારા જેવી જગ્યાઓ પર ખાસ હશે.

તસવીર સૌજન્ય મિડ-ડે

મધ્ય રેલવે (Central Railway)એ હવે પોતાના રેલવે ટ્રેકને વધારે સુરક્ષિત બનાવવાનો નિર્ણય લીધો છે. આ હેઠળ રેલવે પાટાના નિરિક્ષણ ન તો ફક્ત આરપીએફ જવાન કરશે, પણ આના નિરીક્ષણમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે.

ડ્રોનની મદદથી જ્યાં એક તરફ રેલવે ટ્રેક પર થતી અપરાધિક ઘટનાઓ અટકાવવા માટે વપરાશે, તો બીજી તરફ રેલવે ટ્રેક પાર કરીને પોતાનો જીવ જોખમમાં નાખનારા લોકો પર પણ અંકુશ મૂકવામાં મદદ મળશે.

સ્વતંત્રતા દિવસ પર ખાસ તૈયારીઓ
સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખતા કોઇપણ અપ્રિય ઘટના થતી અટકાવવા માટે રેલ સુરક્ષા દળે પણ કમર કસી લીધી છે. મધ્ય રેલવેના વરિષ્ઠ આરપીએફ અધિકારી જિતેન્દ્ર શ્રીવાસ્તવે એનબીટી ઑનલાઇનને જણાવ્યું કે આઝાદીના પર્વને આતંકવાદીઓ અને અપરાધિઓથી દૂર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ રેલવે ટ્રેક અને રેલ ટનલની આસપાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ પહેલી વાર નથી જ્યારે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે, હાલ અલર્ટને જોતા આનો વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ટ્રેક ક્રૉસ કરનારા પર નજર
આ ડ્રોનનો ઉપયોગ આરપીએફ રેલવે ટ્રેકની આસપાસ રહેનારા નશેડીઓને અટકાવવા માટે કરશે. આ સિવાય જે જગ્યાઓ પર રેલવે ટ્રેક ક્રૉસ કરવાની નિયમિત ફરિયાદ આવતી રહે છે ત્યાં પણ ડ્રોનની નજર રહેશે.

આરપીએફ તે જગ્યાઓને માર્ક કરી બંધ કરશે, જેથી જોખમી થનારા પ્રવાસીઓને બચાવી શકાય. હાલ થાણેથી કલ્યાણ સ્ટેશન વચ્ચે અને તેની આસપાસ ડ્રોન ઉડાડવામાં આવશે. 

આરપીએફના હેલ્પર બનશે ડ્રોન
હાલની સ્થિતિમાં દેશના મોટાભાગના સરકારી વિભાગના કર્મચારીઓ અછતનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાથી રેલવે સુરક્ષા દળ વિભાગ પણ અસ્પર્શીય નથી. કેટલીય વાર પ્રૉબ્લેમ વધારે દુષ્કર બની જાય છે. એવામાં આ ડ્રોન આરપીએફ માટે ઘણાં મદદગાર સાબિત થશે.

અનેક જગ્યાએ આરપીએફના જવાનો પહેલા આ ડ્રોન પહોંચીને તેને ઘટનાસ્થળની લાઇવ લોકેશન, અપરાધીઓની સંખ્યા અને અન્ય માહિતીઓ આપી શકશે. જેની મદદથી આરપીએફ સરળતાથી અપરાધીઓ અને નશેડીઓ પર અંકુશ મેળવી શકશે.

Mumbai mumbai news mumbai local train indian railways central railway