રાજધાની બની વધુ સેફ અને સુવિધાસભર

13 December, 2021 11:33 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ-દિલ્હી વચ્ચે દોડતી આ એક્સપ્રેસ ટ્રેનમાં સ્માર્ટ ફીચર્સ ઉમેરાતાં એ બની વધુ આરામદાયક

ફાઈલ તસવીર

મુંબઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં ૧૨ ડિસેમ્બરથી અત્યાધુનિક ફીચર્સ ઉમેરવામાં આવ્યાં છે. કોચ હવે ફક્ત ચોક્કસ સ્ટેશનો પર જ ખૂલતાં ઑટોમૅટિક ડોર્સથી સજ્જ છે, જેના કારણે ફેરિયાઓ સિગ્નલ હૉલ્ટ પર ટ્રેનમાં પ્રવેશી શકશે નહીં. આ સિવાય પણ પૅસેન્જરોની સલામતી સુનિશ્ચિત કરતાં અન્ય કેટલાંક ફીચર્સ ઉમેરવામાં આવ્યાં છે.
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમીત ઠાકુરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પ્રવાસને વધુ આરામદાયક બનાવવા વેસ્ટર્ન રેલવેએ ૧૨૯૫૩-૧૨૯૫૪ મુંબઈ સેન્ટ્રલ-હઝરત નિઝામુદ્દીન ઑગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસના કોચના સ્થાને ૧૨ ડિસેમ્બરથી મુંબઈ સેન્ટ્રલથી અને ૧૩ ડિસેમ્બરથી હઝરત નિઝામુદ્દીનથી તેજસ ક્લાસ ટ્રેનના કોચ મૂકવાનું નક્કી કર્યું છે. નવા કોચમાં ઇન્ટેલિજન્ટ સેન્સરબેઝ્ડ સિસ્ટમ્સની મદદથી પૅસેન્જરો માટે વિશ્વસ્તરીય સુવિધા પૂરી પાડવામાં આવશે. આ કોચના ઉપયોગ સાથે ભારતીય રેલવે નિવારણાત્મક મેઇન્ટેનન્સને સ્થાને પ્રિડિક્ટિવ મેઇન્ટેનન્સ તરફ આગળ વધવાનો આશય ધરાવે છે.’ 
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પૅસેન્જરોની સલામતી વધારવા માટે દરેક કોચમાં છ કૅમેરા ગોઠવવામાં આવ્યા છે. સીસીટીવી કૅમેરા નાઇટ વિઝન ક્ષમતા, ઓછા પ્રકાશમાં ચહેરાની ઓળખ અને નેટવર્ક વિડિયો રેકૉર્ડર જેવી ક્ષમતા ધરાવે છે.
સ્માર્ટ કોચની અન્ય લાક્ષણિકતાઓમાં ફાયર અલાર્મ, ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ, મેડિકલ અને સિક્યૉરિટી ઇમર્જન્સી માટે ઇમર્જન્સી ટૉક-બૅક, બાયો-વૅક્યુમ ટૉઇલેટ સિસ્ટમ, ઍર સ્પેન્શન કોચ સહિતની વિવિધ સુવિધાઓ છે.

ક્યાં છે નવા સ્માર્ટ ફીચર્સ?

પૅસેન્જર અનાઉન્સમેન્ટ-પૅસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ : દરેક કોચની અંદર બે એલસીડી આગામી સ્ટેશન, બાકી રહેલું અંતર, પહોંચવાનો અપેક્ષિત સમય, વિલંબ, સલામતીના સંદેશા વગેરે માહિતી દર્શાવશે 
ડિજિટલ ડેસ્ટિનેશન બોર્ડ : ડિસ્પ્લે કરાયેલા ડેટાને બે હરોળમાં વહેંચીને દરેક કોચમાં ફ્લશ-ટાઇપ ડિજિટલ ડેસ્ટિનેશન બોર્ડ ગોઠવવામાં આવ્યું છે. 
સિક્યૉરિટી અને સર્વેલન્સ મૉનિટરિંગ : દરેક કોચમાં છ કૅમેરા લગાવાયા છે, જે લાઇવ રેકૉર્ડિંગ કરે છે. કૅમેરા નાઇટ વિઝન ક્ષમતા, ઓછા પ્રકાશની સ્થિતિમાં ચહેરો ઓળખવાની ક્ષમતા અને નેટવર્ક વિડિયો રેકૉર્ડર ધરાવે છે.
ફાયર અલાર્મ, ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ : તમામ કોચ ઑટોમૅટિક  ફાયર અલાર્મ અને ડિટેક્શન સિસ્ટમ ધરાવે છે. પેન્ટ્રી અને પાવર કાર્સ ઑટોમૅટિક ફાયર સપ્રેશન સિસ્ટમથી સજ્જ છે.
ઑટોમેટિક પ્લગ ડોર : તમામ મુખ્ય પ્રવેશદ્વાર સેન્ટ્રલાઇઝ્ડ છે અને ગાર્ડ્ઝ દ્વારા એનું નિયમન થાય છે. ડોર ખુલ્લા હોય ત્યાં સુધી ટ્રેન ચાલુ થશે નહીં.
ઇમર્જન્સી ટૉક બૅક : મેડિકલ કે સિક્યૉરિટી ઇમર્જન્સી માટે ઉપયોગી.
ટૉઇલેટ યુનિટ : તે ઍન્ટિ-ગ્રેફિટી કોટિંગ, જેલ-કોટેડ શેલ્ફ, નવતર ડિઝાઇન ધરાવતી ડસ્ટબિન્સ, ડોર લેચ ઍક્ટિવેટેડ લાઇટ અને ઇમર્જન્સી ડિસ્પ્લેની સગવડથી સુસજ્જ છે.
ટૉઇલેટ ઑક્યુપન્સી સેન્સર : ઑટોમૅટિકલી દરેક કોચની અંદર ટૉઇલેટ વપરાશમાં કે ઉપલબ્ધ હોવાની સ્થિતિ દર્શાવે છે.
શૌચાલયોમાં પૅનિક બટન : ઇમર્જન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક શૌચાલયમાં પૅનિક બટન ગોઠવવામાં આવ્યું છે.

mumbai mumbai news rajdhani express delhi rajendra aklekar