હવે આરેથી કફ પરેડ એક કલાકમાં પહોંચી જવાશે

09 October, 2025 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરલીમાં આચાર્ય અત્રે ચોકથી કફ પરેડ વચ્ચે મેટ્રો ચાલુ થતાં ફુલ્લી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ૩ કૉરિડોર સંપૂર્ણપણે કાર્યરત બની ગયો છે

મુસાફરો માટે શરૂ થાય એ પહેલાં ગઈ કાલે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો 3ની કફ પરેડ સ્ટેશન પર ટ્રાયલ રન કરવામાં આવી હતી. તસવીરો : રાજેન્દ્ર અકલેકર

મુંબઈની પહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ૩ના વરલી-કફ પરેડ વચ્ચેના અંતિમ તબક્કાનું લોકાર્પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. વરલીમાં આચાર્ય અત્રે ચોકથી કફ પરેડ વચ્ચે મેટ્રો ચાલુ થતાં ફુલ્લી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ૩ કૉરિડોર સંપૂર્ણપણે કાર્યરત બની ગયો છે. આરેથી કફ પરેડ સુધી ૩૩.૫ કિલોમીટરના માર્ગ પર દોડનારી મેટ્રો-૩ અગાઉ બે તબક્કામાં ચાલુ થઈ ગઈ છે. હવે આરેથી કફ પરેડ સુધી એક કલાકથી ઓછા સમયમાં પહોંચી શકાશે.

મેટ્રો ૩ વિશે આ બધું તમે જાણ્યું?
• મેટ્રો ૩ કૉરિડોરમાં રોજ ૨૮૦ ટ્રિપ્સ દોડાવવામાં આવશે. 
• પીક-અવર્સમાં દર પાંચ મિનિટે મેટ્રો મળશે.
• રોજ આશરે ૧૩ લાખ મુસાફરો આ કૉરિડોરમાં મુસાફરી કરશે.
• ભાડું ૧૦ રૂપિયાથી ૭૦ રૂપિયા રહેશે.
• મેટ્રો-૩ કૉરિડોર નરીમાન પૉઇન્ટ, કફ પરેડ, ફોર્ટ, લોઅર પરેલ, બાંદરા-કુર્લા કૉમ્પ્લેકસ અને સીપ્ઝ જેવાં કમર્શિયલ હબ અને મુંબઈ ઍરપોર્ટનાં બન્ને ટર્મિનલો સાથે કનેક્ટિવિટી ધરાવે છે.

mumbai news mumbai cuffe parade worli mumbai metro mumbai traffic aarey colony