અર્ણબ અને કંગનાને અપાયેલી વિશેષાધિકાર ભંગની નોટિસનો રિપોર્ટ આપવાની મુદત લંબાવાઈ

07 July, 2021 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે ૭ સપ્ટેમ્બરે શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે અર્ણબ ગોસ્વામી અને કંગના રનોટ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ વિધાનસભાના સ્પીકરના કાર્યાલયને સુપરત કરી હતી.

તસવીર સૌજન્ય મિડ-ડે

પત્રકાર અર્ણબ ગોસ્વામી અને અભિનેત્રી કંગના રનોટ વિરુદ્ધની વિશેષાધિકાર ભંગની નોટિસ વિશે રિપોર્ટ આપવાની વિશેષાધિકાર સમિતિની મુદત ગઈ કાલે લંબાવવામાં આવી હતી. 
સમિતિ હવે વિધાનમંડળના આગામી સત્રના છેલ્લા દિવસ સુધીમાં રિપોર્ટ આપી શકશે. ગયા વર્ષે ૭ સપ્ટેમ્બરે શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે અર્ણબ ગોસ્વામી અને કંગના રનોટ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ વિધાનસભાના સ્પીકરના કાર્યાલયને સુપરત કરી હતી. એ નોટિસ વિશે રિપોર્ટ આપવાની મુદત લંબાવવાની વિશેષાધિકાર સમિતિના વડા દીપક કેસરકરે રજૂ કરેલી દરખાસ્ત ગૃહમાં વૉઇસ વોટથી મંજૂર કરવામાં આવી હતી.

Mumbai mumbai news kangana ranaut arnab goswami maharashtra