મુંબઈ શું, કોઈ પણ શહેર ડૂબવાનું

07 August, 2020 08:59 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

મુંબઈ શું, કોઈ પણ શહેર ડૂબવાનું

બીએમસીના ચીફ ઇકબાલ સિંહ ચહલે એન. એસ. પાટકર રોડ પર દીવાલ ધસી પડી હતી એ સ્થળની મુલાકાત લીધી હતી. (તસવીર : બિપિન કોકાટે)

પાલિકાના વડા ઇકબાલ સિંહ ચહલે ગઈ કાલે સવારે ભારે વરસાદને કારણે જમીન ધસી પડવાની ઘટના બની હતી એ એન. એમ. પાટકર રોડની મુલાકાત લીધા બાદ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે વિશ્વનું કોઈ શહેર આટલા ભારે વરસાદનો સામનો કરી શકે નહીં.
ગઈ કાલે સવારે આઠ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં મલબાર હિલમાં ૩૫૭ મિમી વરસાદ થયો હતો તથા સૌથી વધુ ૬૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાયેલા પવનથી બાબુલનાથ મંદિર નજીક એન. એસ. પાટકર રોડને અડીને આવેલા બી. જી. ખેરે રોડની દીવાલ બુધવારે બપોરે લગભગ ૧૧.૩૦ વાગ્યે તૂટી પડી હતી. આ ઉપરાંત ભારે જોરથી ફૂંકાતા પવનને કારણે પાટકર રોડ ઉપર ઓછાંમાં ઓછાં ૫૦ વૃક્ષો પડી ગયાં હતાં. ગઈ કાલની પરિસ્થિતિ ચક્રવાત જેવી હતી અને વિશ્વનું કોઈ પણ શહેર આવી પરિસ્થિતિનો સામનો કરી શકશે નહીં એમ ઇકબાલ સિંહ ચહલે કહ્યું હતું. દીવાલના ભંગાણને લીધે એન. એસ. પાટકર રોડ, એ. કે. રોડ, પેડર રોડ, સૉફિયા લેન, કારમાઇકલ રોડ, રાઘોજી રોડ, ફૉર્જેટ હિલ, અલ્ટામાઉન્ટ રોડ હેઠળ આવેલી ચાર પાણીની પાઇપલાઇનોને નુકસાન થયું છે.

mumbai mumbai news