અઢી દાયકા જૂની યુતિ શા માટે ને કોના માટે તોડી? : સંજય રાઉત

05 October, 2014 05:31 AM IST  | 

અઢી દાયકા જૂની યુતિ શા માટે ને કોના માટે તોડી? : સંજય રાઉત


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ જરૂર પડ્યે સત્તા માટે BJP ફરીથી શિવસેનાનો સાથ લઈ શકે છે એવા કેન્દ્રના મિનિસ્ટર નીતિન ગડકરી સહિતના નેતાઓનાં બયાનોનો સણસણતો જવાબ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ગઈ કાલે રત્નાગિરિમાં આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચૂંટણીનાં પરિણામો બાદ સત્તા માટે BJP ફરીથી યુતિ કરવા આવે એ પહેલાં એણે મહારાષ્ટ્રની જનતાને અઢી દાયકા જૂની યુતિ શા માટે તોડી? કોના માટે તોડી? એવા કેટલાય પ્રશ્નોના ઉત્તર આપવા પડશે.

BJPની આકરી ટીકા કરતાં સંજય રાઉતે કહ્યું હતું કે ‘BJPએ મહાયુતિ તોડીને શિવસેનાની પીઠમાં ખંજર ભોંક્યું છે. અમને છોડી ગયેલા હવે શિવસેનામાં પ્રવેશવા લાઇનમાં ઊભા છે. BJPએ મહારાષ્ટ્રમાં લોકોના ભાગલા પડાવવા માટે યુતિ તોડી છે, પરંતુ BJPનું આ

સપનું શિવસેના ક્યારેય સાકાર નહીં થવા દે. યુતિ તૂટ્યા બાદ મરાઠી-બિનમરાઠી મતોના વિભાજન થવાનું ચિત્ર ઊભું કરાઈ રહ્યું છે. મુંબઈ સહિત રાજ્યભરના બિનમરાઠીઓ મોટા પ્રમાણમાં શિવસેનાના ટેકેદારો છે. તેથી અમારે ગભરાવાની જરૂર જ નથી.’