આ વિકેન્ડમાં ડોમ્બિવલી-કલ્યાણ વચ્ચે ચાર કલાક સુધી એકેય લોકલ નહીં દોડે

20 November, 2020 06:10 PM IST  |  Mumbai | Rajendra B aklekar

આ વિકેન્ડમાં ડોમ્બિવલી-કલ્યાણ વચ્ચે ચાર કલાક સુધી એકેય લોકલ નહીં દોડે

પ્રતીકાત્મક તસવીર

આ વિકેન્ડમાં ડોમ્બિવલી અને કલ્યાણ વચ્ચે ચાર કલાક સુધી એકેય લોકલ ટ્રેન દોડશે નહી કારણ કે પત્રી પુલ બ્રિજનું કામ કરવાનું છે, એમ સત્તાએ જણાવ્યું છે. સેન્ટ્રલ રેલવે બ્લૉક લેશે અને પત્રી પુલનું કામ પુરુ કરવા માટે આ વિકેન્ડમાં ટ્રેનને અટકાવશે.

આવતી કાલે એટલે કે શનિવારે સવારે સવા દસ વાગ્યાથી બપોરે સવા બે વાગ્યા સુધી દરેક લોકલ ટ્રેન કેન્સલ રહેશે, જ્યારે કલ્યાણ ડોમ્બિવલીથી કલ્યાણ સ્ટેશન વચ્ચે સવારે 9:50થી સવા બે વાગ્યા સુધી દરેક લોકલ ટ્રેન કેન્સલ રહેશે. અન્ય સર્વિસીસ ચાલુ રહેશે.

બહાર ગામની ટ્રેનોને દિવા-વસઈ રોડથી ડાઈવર્ટ કરીને ભિવંડી અને દિવામાં હૉલ્ટ આપવામાં આવશે. એલટીટી-વારાણસી સ્પેશ્યિલ અને સીએસએમટી-વારાણસીનો સમય બદલવામાં આવશે, જ્યારે હાતિઆ-એલટીટી ટ્રેનને ટિટવાલામાં હૉલ્ટ અપાશે, વારાણસી-સીએસએમટીને ખડવલીમાં હૉલ્ટ આપવામાં આવશે. આ હૉલ્ટ 15થી 105 મીનિટ માટે હશે.

રવિવારે ડોંબિવલીથી કલ્યાણ વચ્ચે સવારે 9:20થી બપોરે 1:50 સુધી દરેક લોકલ કેન્સલ રહેશે. અન્ય સર્વિસીસ ચાલુ રહેશે. બહાર ગામની ટ્રેનોને દિવા-વસઈ રોડ-જલગામમાં ડાઈવર્ટ કરીને ભિવંડી અને દિવામાં હોલ્ટ આપવામાં આવશે. દરેક હૉલ્ટ 20થી 105 મીનિટના હશે. એલટીટી-વારાણસી, સીએસએમટી-જબલપુર અને એલટીટી બરાઉનીને રિશિડ્યુલ કરવામાં આવશે.

 

mumbai local train dombivli kalyan