મુંબઇમાં સામાન્ય જનતા માટે ડિસેમ્બર સુધી લોકલ નહીં- BMC કમિશનર

22 November, 2020 05:37 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઇમાં સામાન્ય જનતા માટે ડિસેમ્બર સુધી લોકલ નહીં- BMC કમિશનર

મુંબઇ લોકલ (ફાઇલ ફોટો)

લગભગ આઠ મહિનાથી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે રાહ જોતા સામાન્ય લોકોને હજી પર રાહ જોવાની રહેશે. બીએમસી કમિશનર આઇ.એસ. ચહલે કહ્યું છે કે, "અમે લોકલ ટ્રેન, સ્વીમિંગ પૂલ અને સ્કૂલ શરૂ કરવાની યોજના ઘડી હતી, પણ હાલ આ બધું બંધ રહેશે. ત્રણથી ચાર અઠવાડિયા પછી મુંબઇમાં કોરોનાની સ્થિતિ શું છે, તેની સમીક્ષા કરશે. તેના પછી જ આગળના નિર્ણય લઈ શકાશે."

જણાવવાનું કે રાજ્ય સરકારે મુંબઇમાં લોકલ સેવા સામાન્ય લોકો માટે શરૂ કરવા માટે તાજેતરમાં જ રેલવેને પત્રણ પણ લખ્યો હતો. ત્યારથી લોકોમાં આશા હતી કે મુંબઇમાં દિવાળી પછી લોકલમાં પ્રવાસ કરવા માટે પરવાનગી મળી જશે. પણ હવે બીએમસી કમિશનર ચહલના નિવેદન પછી તેમની આ આશા ખતમ થઈ ગઈ છે. રાજ્ય સરકારના અનુરોધ પછી અત્યાવશ્યક સેવાઓમાં સામેલ કર્મચારીઓ, બેન્ક કર્મચારી, વકીલ, ડબ્બાવાળા, શિક્ષકો અને મહિલાઓને જ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી મળી છે.

કમિશનર ચહલે સ્પષ્ટતા કરી, "આગામી દિવસોમાં મુંબઇમાં કોઇ નવા પ્રતિબંધ નહીં મૂકાય. જે રીતે મુંબઇ અનલૉક છે, તેવી જ રહેશે." ચહલે કહ્યું, "મુંબઇમાં કોરોનાની સ્થિતિ પર મોટા ભાગે કાબૂ મેળવી લીધો ચે. આને જોતાં અમે સ્વિમિંગ પૂલ, સ્કૂલ અને ટ્રેન શરૂ કરવાની યોજના ઘડી હતી, પણ દેશમાં કોરોનાના વધતા કેસને જોતાં અમે હાલ આ બાબતે નિર્ણય ટાળી દીધો છે."

'નાઇટ કર્ફ્યૂ નહીં'
કમિશનર ચહલે અપ્રત્યક્ષ રૂપે તે શક્યતાઓ પર વિરામ મૂક્યો છે કે કોરોનાના કેસ વધતા મુંબઇમાં ફરી લૉકડાઉન અથવા નાઇટ કર્ફ્યૂ લાગી શકે છે. સ્કૂલ 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાને લઈને ચહલે કહ્યું કે, "અમે નિર્ણય લીધો છે કે એક પણ બાળકને જોખમમાં ન મૂકવામાં આવે. સ્કૂલ પહેલાથી બંધ છે અને હજી પણ બંધ રહેશે. આ બાળકો, શિક્ષકો અને અન્ય સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાકીને લેવામાં આવેલો નિર્ણય છે."

ક્યારે, કેવી રીતે લોકલમાં એન્ટ્રી
15 જૂન : અતિઆવશ્યક સેવાના કર્મચારીઓને

જુલાઇ : રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓને

20 સપ્ટેમ્બરઃ ખાનગી અને સહકારી બેન્કના કર્મચારીઓને

7 ઑક્ટોબરઃ ડબ્બાવાળાને

21 ઑક્ટોબરઃ મહિલાઓને

23 ઑક્ટોબરઃ વકીલોને

13 નવેમ્બરઃ શિક્ષકોને

mumbai mumbai news mumbai local train brihanmumbai municipal corporation