ઍપ-બેઝ્ડ ટૅક્સી-ડ્રાઇવરો આજે કરશે ચક્કા જામ

29 October, 2018 04:13 AM IST  | 

ઍપ-બેઝ્ડ ટૅક્સી-ડ્રાઇવરો આજે કરશે ચક્કા જામ

ગયા સોમવારથી ઍપ-બેઝ્ડ ટૅક્સીનું લઘુતમ ભાડું ૧૦૦થી ૧૫૦ રૂપિયાની વચ્ચે રાખવાની અને કિલોમીટરદીઠ ૧૮થી ૨૩ રૂપિયાનો દર આપવામાં આવે એવી માગણી સાથે ઍપ-બેઝ્ડ ટૅક્સીચાલકોનો અઘોષિત બંધ એક અઠવાડિયામાં પ્રવેશી રહ્યો છે ત્યારે આજે આ ટૅક્સી-ડ્રાઇવરોએ શહેરમાં ચક્કા જામ કરવાનો નિર્ધાર કર્યો છે અને અંદાજે ૪૦થી ૫૦ હજાર જેટલી ઍપ-બેઝ્ડ ટૅક્સી છે.

મહારાષ્ટ્ર રાજ્ય રાષ્ટ્રીય કામગાર સંઘના વાહતુક વિભાગે મુંબઈ પોલીસને આપેલા પત્રમાં જણાવ્યા મુજબ ઓલા-ઉબરના ટૅક્સી-ડ્રાઇવરો સવારે નવ વાગ્યે પોતાની ટૅક્સી સાથે LBS રોડ પર આવેલી ઉબરનીઓફિસની બહાર એકઠા થશે અને ત્યાંથી LBS રોડ, કુર્લા-કામાણી માર્ગે‍ સાકીનાકા, અંધેરી-કુર્લા રોડ, ચકાલા થઈને ઓલા કંપનીની ઑફિસ સુધી ટૅક્સી-મોરચો લઈ જશે. આટલી મોટી સંખ્યામાં ટૅક્સીઓ એકઠી થવાની હોવાથી LBS રોડ અને અંધેરીનો ટ્રાફિક પૂરી રીતે ખોરવાઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.