પંખા જ નથી બોરીવલીમાં ત્રણ નંબરના પ્લૅટફૉર્મ પર

31 August, 2012 08:03 AM IST  | 

પંખા જ નથી બોરીવલીમાં ત્રણ નંબરના પ્લૅટફૉર્મ પર

બોરીવલી સ્ટેશન પર બંધ કરવામાં આવેલા ફૂટઓવર બ્રિજના રિપેરિંગનું કામ હજી સુધી શરૂ કરવામાં નથી આવ્યું અને હજી છ મહિના સુધી આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે એવી શક્યતા ઓછી હોવાની વાત રેલવે-અધિકારીએ કરી હતી. આ બ્રિજ બંધ હોવાથી પ્રવાસીઓએ હેરાનગતિનો સામનો કરવો પડે છે. આને કારણે તેમણે સબવે સુધી લાંબા થવું પડે છે. આ બ્રિજને ૨૮ જુલાઈથી બંધ કરી દેવામાં આવ્યો છે.

છેલ્લા છ મહિનાથી સુધરાઈ અને રેલવે વચ્ચે ફાઇનૅન્શિયલ બાબતે ચાલી રહેલી મચમચને કારણે બ્રિજના રિપેરિંગનું કામ અટકી પડ્યું છે. એને લીધે પ્રવાસીઓએ ટ્રૅક ક્રૉસ કરવાનો વારો આવ્યો હતો, પરંતુ પછી રેલવે દ્વારા નવેમ્બર મહિનામાં લોકોને ઈસ્ટમાંથી વેસ્ટમાં ટિકિટ વગર અવરજવર કરવા માટે સબવેનો ઉપયોગ કરવાની પરમિશન આપવામાં આવી હતી.

બોરીવલીમાં ૨૮ જુલાઈથી રિપેરિંગ માટે ફૂટઓવર બ્રિજ પ્રવાસીઓની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ એનું કામ હજી સુધી શરૂ કરવામાં નથી આવ્યું. સુધરાઈએ આ બ્રિજનું રિપેરિંગ કરવા માટે પેમેન્ટ ન કર્યું હોવાનું દોષારોપણ રેલવે અને સુધરાઈ એકબીજા પર કરી રહી હતી.  

ફૂટઓવર બ્રિજ બંધ હોવાને કારણે પ્રવાસીઓને થતી હેરાનગતિ વિશે વેસ્ટર્ન રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસર નીતિન ડેવિડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેસ્ટર્ન રેલવે દ્વારા ફૂટઓવર બ્રિજના રિપેરિંગ માટે સુધરાઈને જૂન મહિનામાં લેટર લખવામાં આવ્યો હતો. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમારે ફૂટઓવર બ્રિજ બંધ કરવો પડ્યો હતો. આ બ્રિજને રિપેર કરવાની રકમ ૮૪ લાખ ૩૨ હજાર રૂપિયા છે. બ્રિજનું રિપેરિંગનું કામ મેજર હોવાથી ટેન્ડર મગાવ્યાં હતાં. આ બ્રિજને બનાવવામાં હજી પાંચથી છ મહિના લાગશે. પબ્લિક આ દરમ્યાન ઈસ્ટથી વેસ્ટમાં આવવા માટે સબવેનો ઉપયોગ કરી શકશે.’