કોસ્ટલ રોડ સિવાયનાં અન્ય કોઈ પણ નિર્માણકાર્યને મંજૂરી નહીં મળે: સુપ્રીમ

19 August, 2020 10:46 AM IST  |  Mumbai | Mumbai correspondent

કોસ્ટલ રોડ સિવાયનાં અન્ય કોઈ પણ નિર્માણકાર્યને મંજૂરી નહીં મળે: સુપ્રીમ

ફાઈલ તસવીર

સર્વોચ્ચ અદાલતે સોમવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનને તાકીદ કરી હતી કે ઉત્તરમાં કાંદિવલીથી લઈને દક્ષિણમાં નરિમાન પોઇન્ટ સુધીના વિસ્તારને જોડવા માટે તે કોસ્ટલ રોડના બાંધકામ માટેના જરૂરી હોય એ સિવાયના દરિયાકિનારાનો ઉપયોગ કરી શકશે નહીં.

બીએમસી દ્વારા દરિયાકિનારાના પ્રોજેક્ટ માટે નિર્માણ હેઠળની કામગીરી અટકાવવા અંગેની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમે ઉપરોક્ત સૂચના આપી હતી. મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે બીએમસી કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે જરૂર કરતાં વધુ દરિયાકાંઠાનો ઉપયોગ કરી શકશે નહીં.

પર્યાવરણવિદોએ આ પ્રોજેક્ટનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે ‘બીએમસી આ પ્રોજેક્ટ માટે જરૂર કરતાં વધુ દરિયાઈ વિસ્તાર સંપાદિત કરીને પ્રકૃતિ તથા પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યું છે.’

આ તરફ તુષાર મહેતા અને સિનિયર ઍડ્વોકેટ મુકુલ રોહતગીએ મહારાષ્ટ્ર સરકાર તથા તેના અધિકારીઓ વતી જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટે અલ્પતમ જરૂરિયાત સાથેની જમીનની જ ફાળવણી કરવામાં આવી છે.

mumbai mumbai news marine drive brihanmumbai municipal corporation coronavirus covid19 lockdown