ડોંગરીમાં ડ્રગ્સની ફૅક્ટરીમાંથી મળેલી ડાયરીમાં કોઈ સેલિબ્રિટીનાં નામ નથ

24 January, 2021 10:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડોંગરીમાં ડ્રગ્સની ફૅક્ટરીમાંથી મળેલી ડાયરીમાં કોઈ સેલિબ્રિટીનાં નામ નથ

પ્રતીકાત્મક તસવીર

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની કાર્યવાહી સતત ચાલી રહી છે. દાઉદ ઇબ્રાહિમના સાગરીત ચિન્કુ પઠાણની ધરપકડ બાદ ડોંગરીમાં ચાલતી ડ્રગની ફૅક્ટરી પર છાપો મરાયો અને આરિફ ભુજવાલાની ધરપકડ થઈ હતી, જ્યારે શુક્રવારે અને ગઈ કાલે શનિવારે પણ છાપા મારવામાં આવ્યા હતા.  

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આ સંદર્ભે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે અમે ડોંગરીમાં ચાર જગ્યાએ રેઇડ પાડી હતી, જેમાં ડ્રગ-સપ્લાયર સલમાન નાસીર ઉર્ફે સલમાન પઠાણને તાબામાં લીધો હતો. તેની પૂછપરછ કરી ત્યારે તેની પાસેથી વાંધાજનક ક્વાન્ટિટીમાં એમડી ડ્રગ મળી આવ્યું હતું અને એ સપ્લાય કરવાની સામગ્રી પણ મળી આવી હતી, જેમાં સિલિંગ મશીન પાઉચ વગેરેનો સમાવેશ છે. એ પણ ચિન્કુ પઠાણ ગૅન્ગનો જ મેમ્બર છે. અમે તેની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં હાજર કર્યો હતો.   

શનિવારે પણ અમારા છાપા ચાલુ જ છે અને અમે એક વ્યક્તિને તાબામાં લીધો તેની પાસેથી પણ ડ્રગ મળી આવ્યું છે. તેની સામે કાર્યવાહી ચાલુ છે. શુક્રવારે જે ડાયરી મળી હતી એમાં સપ્લાયરની ડિટેઇલ છે જેના પર અમે કામ કરી રહ્યા છીએ. જોકે એમાં કોઈ સેલિબ્રિટીનાં નામ નથી. સપ્લાયરની ડિટેઇલ છે.’ 

mumbai mumbai news dongri