હાઉસિંગ સોસાયટી વધારાની FSI વેચે તો એના પર કૅપિટલ ગેઇન ટૅક્સ લાગુ નહીં થાય : હાઈ કોર્ટ

21 December, 2014 05:45 AM IST  | 

હાઉસિંગ સોસાયટી વધારાની FSI વેચે તો એના પર કૅપિટલ ગેઇન ટૅક્સ લાગુ નહીં થાય : હાઈ કોર્ટ

જૂનાં મકાનોના રીડેવલપમેન્ટ પર ઍડિશનલ FSI વેચી શકાય છે. આવી FSI વેચવામાં આવે ત્યારે આ ટૅક્સ લાગુ કરવાની માગણી ટૅક્સ ઑથોરિટીઝે કોર્ટ સમક્ષ કરી હતી. એ બાબતે મુંબઈ હાઈ કોર્ટે ઍડિશનલ FSIના વેચાણ પર કોઈ કૅપિટલ ગેઇન ટૅક્સ લાગુ કરી ન શકાય એવો ચુકાદો આપ્યો છે.

કાયદેસર રીતે રીડેવલપમેન્ટ વેળા સોસાયટીને આપવામાં આવતી ઍડિશનલ FSIનો ઉપયોગ મકાનના વિસ્તરણ, નવું મકાન બાંધવા અથવા બિલ્ડરને વેચવા માટે કરી શકાય છે. એના પર સત્તાવાળાઓએ ટૅક્સ લાગુ કરવા બાબતે લોઅર પરેલની એક સોસાયટીએ ટૅક્સ ટ્રિબ્યુનલમાં કરેલી અરજીનો ચુકાદો સોસાયટીની તરફેણમાં આવતાં ટૅક્સ ડિપાર્ટમેન્ટે હાઈ કોર્ટમાં એ ચુકાદાને પડકારતી અરજી કરી હતી. એમાં હાઈ કોર્ટે પણ સોસાયટીની તરફેણમાં ચુકાદો આપતાં હવે તમામ હાઉસિંગ સોસાયટીઓને આ બાબતે રાહત થઈ છે.