૧૩૪ દિવસે સંથારો સીઝી ગયો

25 December, 2011 04:41 AM IST  | 

૧૩૪ દિવસે સંથારો સીઝી ગયો

 

આજે સવારે ૯ વાગ્યે આચોલે તળાવ પાસેના કોડાયનગરના ઉપાશ્રયથી તેમની પાલખી નીકળશે. જૈન ધર્મના સ્થાનકવાસી આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયના અને મૂળ કચ્છના મુંદ્રા તાલુકાના સમાઘોઘા ગામના નલિન ગાલા અને તેમનાં પત્ની નિશા ગાલાએ સંથારો લીધો હતો. ગઈ કાલે નિશા ગાલાનો સંથારો સીઝી ગયો  હતો. સાંસારિક જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ અસાધ્ય બીમારીને કારણે નલિન ગાલાએ સંથારો લેવાનું વિચાર્યું હતું અને તેમને લીવરની બીમારીથી પીડાતાં નિશા ગાલાએ સાથ આપ્યો હતો. આ વિશે વધુ માહિતી આપતાં નાલાસોપારાના કચ્છી વીસા ઓસવાળ જૈન સ્થાનક તુલિંજના પ્રમુખ પફુલ્લ ગાલાએ કહ્યું હતું કે ‘બપોરે ત્રણ વાગ્યે જ કોડાયનગર ઉપાશ્રય આવી પહોંચેલાં ઝરણાબાઈ મહાસતીજી અને સમૃદ્ધિબાઈ મહાસતીજીએ નવકારમંત્રનો જાપ કર્યો હતો અને ત્યાર બાદ માંગલિક તેમને સંભળાવી રહ્યાં હતાં ત્યારે સાંજે ૫.૧૦ વાગ્યે બહુ જ શાંતિપૂર્વક તેમનો સંથારો સીઝી ગયો હતો.’