NextGen Intro : હૃતિક રોશનનો જબરદસ્ત ફૅન

29 May, 2012 07:26 AM IST  | 

NextGen Intro : હૃતિક રોશનનો જબરદસ્ત ફૅન

નામ : પીનાંક ઠક્કર

ઉંમર : ૧૨ વર્ષ

ધોરણ : એઇટ્થ

સ્કૂલ : શેઠ કરમશી કાનજી

ઇંગ્લિશ સ્કૂલ

માધ્યમ : અંગ્રેજી

સરનામું : ગુલશન ગલી, મુલુંડ-વેસ્ટ

મમ્મી-પપ્પા : ચારુ-અમિત

પીનાંક ઠક્કર બહુ ચંચળ નથી તો બહુ શાંત પણ નથી. ભણવું તેને ગમે છે એવું પણ નથી ને નથી ગમતું એવું પણ નથી. પીનાંક તેનાં દાદા-દાદી, કાકા-કાકી અને ૧૧ મહિનાની કઝિન બહેન યાંશિકા સાથેના સંયુક્ત પરિવારમાં રહે છે. તેના પિતા અમિત ઠક્કર કસ્ટમ્સ ઑફિસમાં ઇન્ચાર્જ ઑફ વેરહાઉસ છે. મમ્મી ચારુ હાઉસવાઇફ છે. દાદાજીનો મેંદો સપ્લાય કરવાનો બિઝનેસ છે. આ નવી પેઢી કેવી છે એ જોઈએ.

હિન્દી કદી નહીં

મને પંચાવન ટકા આસપાસ માર્ક આવે છે. હું થોડીઘણી મસ્તી કરી લઉં છું. ભણવું મને નથી ગમતું એવું નથી. ઇંગ્લિશ મારો ફેવરિટ સબ્જેક્ટ છે, પણ હિન્દી... કોઈ વાર તો બહુ બોરિંગ લાગે છે. મોટાં-મોટાં ચૅપ્ટર્સ અને એક-એક પેજના આન્સર લખવા નથી ગમતા. સાયન્સ અને મૅથ્સમાં જોકે મને બહુ મજા આવે છે.

કરીઅર ગોલ

મારે ઑટોમોબાઇલ એન્જિનિયર બનવું છે. કાર અને બાઇકના એન્જિનિયરિંગમાં મને બહુ ઇન્ટરેસ્ટ છે. એમાં મારે કાંઈક નવું કરવું છે.

ઇતર પ્રવૃત્તિ

કરાટેમાં મેં ઑરેન્જ બેલ્ટ મેળવ્યો છે, પરંતુ એને કારણે ભણવાનું ડિસ્ટર્બ થતું હોવાથી કરાટે છોડી દીધું. સ્કૂલમાં

ખો-ખોમાં અમારી ટીમને બે વાર ગોલ્ડ મેડલ મળ્યાં છે. ક્રિકેટ મારી ફેવરિટ ગેમ છે. રજાઓમાં આખો દિવસ અમે ક્રિકેટ રમીએ છીએ. બૅડમિન્ટન પણ રમું છું. ડ્રૉઇંગ કરવું ગમે છે.   

હૃતિક ફૅન

ફિલ્મો જોવી મને બહુ ગમે છે. ઇંગ્લિશ અને હિન્દી બન્ને ફિલ્મો હું જોઉં છું, પણ જે ફિલ્મ ઇંગ્લિશ હોય એ ઇંગ્લિશ જ જોઉં, કારણ કે હિન્દીમાં ટ્રાન્સલેટ થયેલી એ બહુ પકાઉ લાગે છે. હીરોમાં હૃતિક રોશન અને હિરોઇનોમાં કૅટરિના. એ જ રીતે હૉલીવુડમાં જેમ્સ બૉન્ડ મારો ફેવરિટ છે. ઍક્શન મૂવીઝ મને વધુ ગમે છે. હૃતિક રોશનનો હું જબરદસ્ત ફૅન છું. એનું મેં એક ફોલ્ડર બનાવ્યું છે. ન્યુઝપેપર્સ, મૅગેઝિન્સ કે જ્યાં પણ તેના વિશે કાંઈ લખાયું હોય કે તેના ફોટા હોય એ હું કટ કરીને મારા ફોલ્ડરમાં ચીપકાવી દઉં છું.

મિસ્ટરી સ્ટોરી

હું રોજ ન્યુઝપેપર વાંચું છું જેમાં તાજી ઘટનાઓ અને સમાચારો ઉપરાંત ફિલ્મના પેજ પણ વાંચું. ઉપરાંત વેધર રિપોર્ટ હું ખાસ વાંચું છું, કારણ કે સ્કૂલમાં આજના ઉષ્ણતામાન વગેરે પૂછે છે એથી એનો જવાબ આપી શકાય. ન્યુઝ વગેરે પણ વાંચું છું જેથી અમારે રોજ સ્કૂલમાં એક ટૉપિક પર કાંઈક બોલવાનું હોય છે એની તૈયારી કરી શકું અને બોલી શકું.

‘ક્રિશ’ જેવી મિસ્ટરી સ્ટોરી વાંચવી મને બહુ ગમે છે. મારી પાસે ઘણી કૉમિક-બુક્સ છે એ બધી મેં વાંચી છે એટલું જ નહીં, કોઈ વાર સ્કૂલની લાઇબ્રેરીમાંથી પણ બુક્સ લાવીને વાંચું છું એમાં પણ કૉમિક-બુક્સ જ વધુ હોય છે.

બેસ્ટ કંપની ફ્રેન્ડ્સ

ફ્રેન્ડ્સ સાથે મને વધુ ફાવે છે. આખો દિવસ ફ્રેન્ડ્સ સાથે હોઉં છું. તેમની સાથે કંટાળો આવે ત્યારે ઘરે આવીને ટીવી જોઉં કે કમ્પ્યુટર પર બેસું. ફ્રેન્ડ્સ સાથે ઝઘડા વધુ નથી થતા અને ક્યારેક થાય તો હું જાતે જ એ સૉલ્વ કરી લઉં છું.

- પલ્લવી આચાર્ય

- તસવીર : સમીર માર્કન્ડે