NextGen Intro : મને તો મ્યુઝિક ચૅનલ્સ પસંદ છે

25 May, 2012 06:58 AM IST  | 

NextGen Intro : મને તો મ્યુઝિક ચૅનલ્સ પસંદ છે

નામ : ચાર્મી શાહ

ઉંમર : ૧૫ વર્ષ

ધોરણ : એસએસસીની પરીક્ષા આપી

સ્કૂલ : સ્વામી વિવેકાનંદ, બોરીવલી

માધ્યમ : અંગ્રેજી

સરનામું : બોરીવલી-વેસ્ટ

મમ્મી-પપ્પા : ચેતના-બકુલ શાહ

ફૅશન-ડિઝાઇનર બનવું છે

મેં બોરીવલીના ગોરાઈ ખાતે આવેલી સ્વામી વિવેકાનંદ હાઈ સ્કૂલમાંથી આ વર્ષે એસએસસીની પરીક્ષા આપી છે. હાલમાં રિઝલ્ટની રાહ જોઉં છું. હવે પછી મારી ઇચ્છા કૉમર્સનો અભ્યાસ કરી ફૅશન-ડિઝાઇનર બનવાની છે. એ મેં બહુ પહેલાં મનમાં નક્કી કરી લીધું હતું. મને નાનપણથી ફૅશન આર્ટમાં રસ હતો. મેં મારા ડ્રૉઇંગ ટીચર પાસે બેઝિક ર્કોસ કર્યો હતો. હું ત્રીજા ધોરણમાં હતી ત્યારથી સ્કેચ બનાવતી આવી છું. આઠમા ધોરણમાં આવી ત્યારે મારી બધી ફ્રેન્ડ્સ પોતપોતાને શું બનવું છે એ વિચારતી થઈ ગઈ હતી. કોઈને ડૉક્ટર, કોઈને વકીલ બનવું હતું. તેથી મેં પણ ફૅશન પ્રત્યે મારા પૅશનને ધ્યાનમાં રાખી ડિઝાઇનર બનવાનું સપનું સેવી લીધું.

ભણવા સિવાય

ભણવામાં હું ઍવરેજ છું. બહુ લો નહીં, બહુ હાઇ પણ નહીં. મને સૌથી વધુ સોશ્યલ સ્ટડીઝ, હિસ્ટરી અને ઇંગ્લિશ ગમે છે. ખાસ કરીને ભૂતકાળમાં શું થયું હતું એની વાર્તાઓ મને વધુ સ્પર્શે છે. અત્યારે વેકેશન ચાલે છે તેથી અત્યારનો મારો મોટા ભાગનો સમય સ્કેચિસ બનાવવામાં નીકળી જાય છે. ઘરે હોઉં ત્યારે ટીવીના માધ્યમથી હું ફૅશન જગતની અપડેટ્સ પણ જોતી રહું છું. એ સિવાય હું શામક દાવરના સમર કૅમ્પ તરીકે ચાલતા ડાન્સ ક્લાસિસમાં ડાન્સ શીખવા જાઉં છું. તેના ઇન્સ્ટ્રક્ચર અહીં કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ સ્કૂલમાં ડાન્સ શીખવવા આવે છે. આની શરૂઆત મેં હમણાં જ કરી છે. આમાં પછી આપણે આપણી ડાન્સની એબિલિટી પ્રમાણે આગળ વધી શકીએ છીએ.

ઘરનાં બધાં કામ કરવાનાં

ઘરનાં બધાં જ કામમાં હું રસ લઉં છું. મને હજી બધી રસોઈ બનાવતાં નથી આવડતી, પણ અમુક શાક બનાવી શકું છું તેમ જ દાળ-ભાત પણ બનાવી લઉં છું. રોટલી પણ કંઈક અંશે ફાવી ગઈ છે. મારી મમ્મી મને સતત ઘરનાં કામોમાં માર્ગદર્શન આપતી રહે છે. તેને હું ઘરનાં બીજાં કામોમાં પણ મદદ કરવાનો પ્રયત્ન કર્યા કરું છું.

ફેવરિટ

મને ટીવી જોવાનો શોખ ખરો, પરંતુ મને સિરિયલ્સ કરતાં મ્યુઝિક ચૅનલ્સમાં વધુ રસ પડે છે. સિરિયલ્સ જોઉં ખરી, પરંતુ ખાસ નહીં. કોઈ એક સિરિયલ જોવી જ એવું નહીં. ઇન શૉર્ટ, હાર્ડ ઍન્ડ ફાસ્ટ કંઈ નહીં. જોઈએ તોય ઠીક, ન જોઈએ તો પણ ઠીક. હા, ફિલ્મો જોવી ગમે, પણ એમાંય કોઇ ફેવરિટ હીરો કે હિરોઇન જેવું કંઈ નહીં. સારી ફિલ્મ હોય અને જેમાં સારું કામ કરનાર ઍક્ટર કે ઍક્ટ્રેસ હોય એ જોઈ લઉં. સ્કૂલમાં મારા ઇંગ્લિશ ટીચર મૅગી મિસ મારાં ફેવરિટ હતાં. તેમની ભણાવવાની જે રીત હતી એ એવી હતી કે જાણે કોઈ આપણને ભણાવતું ન હોય, પણ વાર્તા કહેતું હોય. તેમની પાસે પોતાના વિષયની દરેક ચોક્કસ માહિતી પણ સરસ રહેતી હતી. ફૅશન જગતમાં મનીષ મલ્હોત્રા મારા ફેવરિટ છે. મને તેની ડિઝાઇન્સ સૌથી વધુ ગમે છે. મારી દૃષ્ટિએ જે વ્યક્તિ પોતાની વર્ક લાઇફ અને ફૅમિલી લાઇફને પ્રૉપરલી હેન્ડલ કરી શકે તે વ્યક્તિ બેસ્ટ છે. એ દૃષ્ટિએ મારા પપ્પા મારા આદર્શ છે. કેમ કે તેઓ જેટલી સરસ રીતે પોતાનું કામ કરે છે એટલા જ શોખ પ્રત્યે પણ પૅશનેટ રહે છે. પોતાના કામ અને શોખ પ્રત્યેના પૅશનને કારણે મને હંમેશાં તેઓ ઇન્સ્પાયર કરતા રહે છે.

બેસ્ડ ફ્રેન્ડ

મારી ઘણી ફ્રેન્ડ્સ છે અને મને બધા સાથે સારું બને છે. પણ સ્કૂલમાં આરઝૂ ખાસ્જીવાલા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તેની અને મારી વચ્ચે સારી વેવલેન્ગ્થ છે.

- ફાલ્ગુની જડિયા-ભટ્ટ

તસવીર : મહેશ ચાફે