ન્યૂઝ શોર્ટમાં : બિકાનેરમાં હનુમાનજીની મૂર્તિ પર સહસ્ર જલાભિષેક

22 May, 2025 01:24 PM IST  |  Bikaner | Gujarati Mid-day Correspondent

પૂજારીઓ અને ભક્તોએ હનુમાનજીને ઠંડક કરવા માટે ૧૦૦૮ કળશ જળનો અભિષેક કર્યો હતો.

૧૦૦૮ કળશ જળનો અભિષેક કરાયો હતો

ગરમી પારાવાર વધી રહી છે ત્યારે ભક્તો ભગવાનને ગરમી ન લાગે એ માટે પંખા નાખે છે, સુતરાઉ કપડાં પહેરાવે છે.

બિકાનેરમાં પૂજારીઓ અને ભક્તોએ હનુમાનજીને ઠંડક કરવા માટે ૧૦૦૮ કળશ જળનો અભિષેક કર્યો હતો.

રિક્ષાવાળાઓનું વ્યાપક વિરોધ-પ્રદર્શન

મહારાષ્ટ્ર સરકારે ઈ-બાઇક ટૅક્સી-સર્વિસને મંજૂરી આપવાના નિર્ણયથી રિક્ષાવાળાઓમાં નારાજગી જોવા મળી રહી છે. તેમણે ગઈ કાલે સરકારના નિર્ણયના વિરોધમાં મુંબઈ સહિત રાજ્યભરમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું. અંધેરી-વેસ્ટમાં લિન્ક રોડને અડીને આવેલી રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ની બહાર પણ મોટી સંખ્યામાં રિક્ષાઓ સાથે ડ્રાઇવરો પહોંચ્યા હતા અને નિર્ણય પાછો ખેંચવાની માગણી કરી હતી.

આતંકવાદ અને હિંસાનો વિરોધ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી

ઍન્ટિ-ટેરરિઝમ ડે નિમિત્તે ગઈ કાલે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાક્રિષ્નને રાજભવનના સ્ટાફને કોઈ પણ પ્રકારના આતંકવાદ અને હિંસાનો વિરોધ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. એ વખતે રાજભવનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશાધ્યક્ષ અને કૅબિનેટ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળે ઉપરાંત રાજ્યપાલના સેક્રેટરી ડૉ. પ્રશાંત નનાવરે અને ડેપ્યુટી સેક્રેટરી એસ. રામમૂર્તિ સહિતના તમામ કર્મચારી હાજર રહ્યા હતા. 

mumbai news mumbai bikaner national news india