ન્યૂઝ શોર્ટમાં : લાલબાગચા રાજા ચાલ્યા થાઇલૅન્ડ અને કોલ્હાપુર

04 August, 2024 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોંકણમાં ઉદ્યોગપ્રધાન ઉદય સામંત પણ ‘રત્નાગિરિચા રાજા’ની સ્થાપના કરે છે

થાઈલેન્ડનાં બાપા અને કોલ્હાપુરચા રાજા

મુંબઈના વિખ્યાત લાલબાગચા રાજાની ગણપતિની મૂર્તિ બનાવતા મૂર્તિકાર સંતોષ કાંબળીની ચિંચપોકલીમાં આવેલી વર્કશૉપમાં બનેલી પાંચ ફીટ ઊંચાઈની લાલબાગચા રાજા જેવી જ મૂર્તિ ગઈ કાલે થાઇલૅન્ડ અને ૧૨ ફીટ ઊંચાઈની આવી જ  ‘કોલ્હાપુરચા રાજા’ની મૂર્તિ પણ ગઈ કાલે બાય રોડ વર્કશૉપમાંથી કોલ્હાપુર રવાના કરવામાં આવી હતી. સંતોષ કાંબળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લાલબાગચા રાજાનાં દર્શન માટે મહારાષ્ટ્રનાં દૂરનાં શહેરો કે ગામના લોકો મુંબઈ નથી આવી શકતા એટલે કોલ્હાપુરના રંકાળવેશ ગોલ સર્કલ મિત્ર મંડળ દ્વારા ૧૨ વર્ષથી લાલબાગચા રાજાની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે. આવી જ રીતે કોંકણમાં ઉદ્યોગપ્રધાન ઉદય સામંત પણ ‘રત્નાગિરિચા રાજા’ની સ્થાપના કરે છે એ પ્રતિકૃતિ પણ અહીંથી બનાવીને મોકલીએ છીએ.’   (તસવીર - શાદાબ ખાન)

ઘાટકોપરમાં ઝાડ પડ્યું

ગઈ કાલે રાત્રે ઘાટકોપર-ઈસ્ટમાં સિક્સ્ટી ફીટ રોડ પર સ્વામીનારાયણ મંદિરની બહાર એક મોટું ઝાડ તૂટી પડ્યું હતું, જેની હેઠળ એક કાર દબાઈ ગઈ હતી.  ભાવિક શાહ

પવઈમાં રસ્તામાં ફાઉન્ટન

પવઈમાં ચાંદિવલી ફાર્મ રોડ પર ગઈ કાલે બપોરે પાણીની પાઇપલાઇન ફૂટવાને લીધે ૨૦ ફીટ ઊંચો પાણીનો ફુવારો ઊડ્યો હતો, જેને લીધે રસ્તાની વચ્ચે ફાઉન્ટન જોવા મળ્યું હતું. પાણીપુરવઠા વિભાગની ટીમે તાત્કાલિક પાઇપલાઇનનું સમારકામ હાથ ધર્યું હતું. જોકે એટલી વારમાં હજારો લીટર પાણી વહી ગયું હતું.

મહારાષ્ટ્રના વિધાનસભ્યો અને સંસદસભ્યો સામે ૪૩૫ ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ અને વર્તમાન વિધાનસભ્યો અને સંસદસભ્યો સામે ૪૩૫ ક્રિમિનલ કેસ અદાલતોમાં પેન્ડિંગ છે. કેસનો આ આંકડો ૧૪ જુલાઈ સુધીનો છે. બૉમ્બે હાઈ કોર્ટને ગુરુવારે હાઈ કોર્ટના રજિસ્ટ્રાર (ઇન્સ્પેક્શન) દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. જે પેન્ડિંગ કેસ છે એ ઉપરાંતના ૩૪ કેસમાં સેશન્સ કોર્ટ, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે.

 

 

mumbai news lalbaugcha raja ganpati festivals ghatkopar powai