જ્યારે કંગના રનોટની ઑફિસની બહાર ટપાલીને મામલે આંધળે બહેરું કૂટાયું

10 September, 2020 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જ્યારે કંગના રનોટની ઑફિસની બહાર ટપાલીને મામલે આંધળે બહેરું કૂટાયું

તસવીરસ સૌજન્ય: ટ્વીટર

અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut) અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી રસાકસી વચ્ચે સહુ કોઈની નજર છે, ખાસ કરીને મીડિયા. ગઈકાલનો દિવસ કંગના રનોટ અને બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC) માટે મહત્વનો રહ્યો હતો. અભિનેત્રી મુંબઈ પહોંચે એ પહેલા જ પાલિકાએ તેની ઓફિસના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનું શરૂ કર્યું હતું. બાદમાં બોમ્બે હાઈકોર્ટે તેના પર સ્ટે મુક્યો હતો. મીડિયા પણ આ હલચલ પર નજર રાખીને બેઠી હતી. તેવામાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો બહુ વાયરલ થયો છે. જેમાં અભિનેત્રીની ઓફિસની બહાર મીડિયા કર્મચારીઓ એક પોસ્ટમેનને પાલિકાનો અધિકારી સમજીને તેને જાતજાતના સવાલો કરે છે. જ્યારે શખ્સ બુમો પાડી પાડીને કહે છે કે, 'મૈં પોસ્ટમેન હું, મૈં પોસ્ટમેન હું'. આ વીડિયો સોશ્યલ મીડિયા પર બહુ જ વાયરલ થયો છે અને ટ્વીટર યુર્ઝસ મજાક પણ ઉડાડી રહ્યાં છે. એટલું જ નહીં અભિનેતા ઈમરાન હાશમી (Emraan Hashmi) પણ આ વાયરલ વીડિયોને પોસ્ટ કરતા પોતાની જાતને રોકી શક્યો નથી.

બુધવારે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કંગના રનોટના ઘર અને ઓફિસની બહાર મીડિયાકર્મીઓની ભીડ ભેગી થઈ હોવાનું દેખાય છે. જેમાં એક રિપોર્ટર એક શખ્સને કંગનાની ઓફિસની તોડફોડ શા માટે કરવામાં આવી તેનું કારણ પુછે છે. જોકે, પછી ખબર પડે છે કે તે શખ્સ પાલિકાનો અધિકારી નથી. પોસ્ટમેન છે. વીડિયોમાં તે શખ્સ જોર જોરતી બુમો પાડીને કહી રહ્યો છે, 'મૈં પોસ્ટમેન હું, મૈં પોસ્ટમેન હું' સાથે જ શખ્સ એમ પણ કહે છે કે, કંગના સાથે મારો કોઈ જ સંબંધ નથી. છતા પણ રિપોર્ટર તેમને સવાલો પુછયા જ કરે છે.

અભિનેતા ઈમરાન હાશમીએ આ વાયરલ વીડિયો શૅર કર્યો છે અને લખ્યું છે કે, 'ચલો! પાલી હિલે તેનો છેલ્લો પોસ્ટમેન ગુમાવી દીધો.'

આ વીડિયો વાયરલ થયા બાદ યુર્ઝસ ટ્વીટર પર જાતજાતના મિમ્સ શૅર કરી રહ્યાં છે:

તમને જણાવી દઈએ કે, પાલિકાએ અભિનેત્રી કંગના રનોટની ઑફિસમાં ગેરકાયદે બાંધકામ થયું છે તેની નોટિસ ફટકાર્યા પછી બુધવારે સવારે વધારાના અને ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જેના વિરુદ્ધ અભિનેત્રીએ મુંબઈ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પછી કોર્ટે આ તોડકામ પર સ્ટે મુકી દીધો હતો ને કોર્ટે પાલિકાને ગુરુવારે બપોરે 3 વાગ્યા સુધીમાં અભિનેત્રીની અરજી પર જવાબ ફાઈલ કરવા જણાવ્યું હતું.

mumbai mumbai news kangana ranaut brihanmumbai municipal corporation