ન્યુ યર પાર્ટીમાં મ્યુઝિકની ડેડલાઇન સવારે પાંચ વાગ્યા સુધી કરાવવા બારમાલિકોની મથામણ

29 December, 2011 05:07 AM IST  | 

ન્યુ યર પાર્ટીમાં મ્યુઝિકની ડેડલાઇન સવારે પાંચ વાગ્યા સુધી કરાવવા બારમાલિકોની મથામણ

 

જોકે મ્યુઝિક વગાડવાની છૂટ આપી નથી. બારઓનર્સની દલીલ છે કે અમારો બિઝનેસ ઑર્કેસ્ટ્રાને કારણે જ ચાલે છે. આથી સવારે પાંચ વાગ્યા સુધી ઑર્કેસ્ટ્રા ચાલુ રાખવાની પરવાનગી મેળવવા માટે તેમણે ફરી હાઈ ર્કોટના દરવાજા ખખડાવ્યા છે. ગયા વર્ષે બારઓનર્સે મહિલા વેઇટરોને પણ સવારે પાંચ વાગ્યા સુધી કામ કરવા દેવામાં આવે એવી માગણી કરી હતી, જે નકારી કાઢવામાં આવી હતી. આથી આ વખતે બારમાલિકોએ આ માગણી મૂકી નથી, પરંતુ તેમની માગણી છે કે સવારે પાંચ વાગ્યા સુધી મ્યુઝિક વગાડવાની પણ મંજૂરી આપવી જોઈએ.