નવરાત્રિમાં ટ્રાફિક-નિયંત્રણો

17 October, 2012 06:42 AM IST  | 

નવરાત્રિમાં ટ્રાફિક-નિયંત્રણો



નવરાત્રિ દરમ્યાન એટલે કે ૧૬થી ૨૪ ઑક્ટોબર સુધી થાણે શહેરમાં કેટલાંક ટ્રાફિક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે જેને કારણે સાંજે પાંચથી મધરાત સુધી શહેરમાં અનેક સ્થળે પાર્કિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વાહનવ્યવહારને અનેક ડાઇવર્ઝન આપવામાં આવ્યાં છે.

થાણે સ્ટેશનથી સિવિલ હૉસ્પિટલ તરફ જતાં વાહનો ટાવર નાકાથી સીધાં જઈ શકશે નહીં. તેમણે ટાવર નાકાથી ડાબે વળાંક લઈને ગડકરી સર્કલ, દગડી સ્કૂલથી આલ્મેડા ચોક થઈને જવું પડશે. આવી જ રીતે ગડકરી સર્કલથી વાહનો વસંત હોટેલ થઈને ટાવર નાકા તરફ જઈ શકશે નહીં. તેમણે ગડકરીથી દગડી સ્કૂલ થઈને જવું પડશે.

ચરઈથી ભવાની ચોકથી ટેંભી નાકા જનારાં વાહનો ધોબી આળી ક્રૉસ રોડ થઈને જઈ શકશે નહીં. તેમણે સિવિલ હૉસ્પિટલ પાસેના ક્રૉસ રોડ પર ડાબે વળી જવું પડશે.

દગડી સ્કૂલથી વીર સાવરકર રોડ થઈને ટેંભી નાકા જતાં વાહનોને દાંડેકર જ્વેલર્સ પાસેથી ડાબે વળીને મોરેશ્વર રોડથી અહિલ્યાદેવી ગાર્ડન, ધોબી આળી ક્રૉસ રોડથી ધોબી આળી મસ્જિદ થઈને સિવિલ હૉસ્પિટલ માર્ગે‍ જવું પડશે.

મીનાતાઈ ઠાકરે ચોકથી સિવિલ હૉસ્પિટલ કૉર્નરથી ટેંભી નાકા થઈને સ્ટેશન તરફ જનારાં વાહનોએ જીપીઓ રોડથી ર્કોટ નાકાથી આંબેડકર પૂતળા સુધી જઈને ડાબો વળાંક લઈને જાંબલી નાકા થઈને જવું પડશે.

દગડી સ્કૂલ રોડ, સેન્ટ જૉન અને બાપ્ટિસ્ટ સ્કૂલ, દાંડેકર જ્વેલર્સ, ઉત્તમ મોરેશ્વર આંગ્રે માર્ગ, અહિલ્યાદેવી ગાર્ડન, ધોબી આળી ક્રૉસ રોડ, ધોબી આળી ચોક, ડૉક્ટર સોનુમિયા રોડ અને સિવિલ હૉસ્પિટલના કૉર્નર વિસ્તારમાં રસ્તાની બન્ને તરફ પાર્કિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિસર્જન માટે તીન પેટ્રોલપમ્પથી ગજાનન ચોક જઈ શકાશે નહીં. તેમને ડાબે વળીને વંદના ટી પૉઇન્ટ જઈ ત્યાંથી જમણે વળીને ગજાનન ચોકથી રામ મારુતિ રોડ થઈને આગળથી ડાબે વળીને દુર્વાસ મેન્સ હબ શૉપ થઈને માસુંદા તળાવ પહોંચવાનું રહેશે.