નવી મુંબઈ પોલીસ ખાસ ઉપકરણથી ડેબિટ-ક્રેડિટ કાર્ડ વડે દંડ વસૂલશે

29 December, 2014 03:32 AM IST  | 

નવી મુંબઈ પોલીસ ખાસ ઉપકરણથી ડેબિટ-ક્રેડિટ કાર્ડ વડે દંડ વસૂલશે



આ માટે ટ્રાફિક-પોલીસના IT વિભાગે ખાસ ઍન્ડ્રૉઇડ પર ચાલતું હાઇટેક ઉપકરણ તૈયાર કયુંર્ છે. આ ઉપકરણની મદદથી પોલીસ કારચાલકોના ડેબિટ કાર્ડમાંથી દંડ વસૂલશે. આ ઉપકરણ વાપરી આધુનિક રીતે દંડ વસૂલનારી નવી મુંબઈની પોલીસ દેશની પ્રથમ પોલીસ-ટુકડી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો જુદાં-જુદાં બહાનાં કાઢી દંડ ભરવાની આનાકાની કરે છે, એ પરિસ્થિતિમાં પોલીસ પાસે લાઇસન્સ જપ્ત કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. હવે જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં પકડાયેલી વ્યક્તિ એમ કહે કે તેની પાસે નાણાં નથી તો ડેબિટ-ક્રેડિટ કાર્ડ હોવાથી તેને આ ઉપકરણ પર સ્વાઇપ કરી દંડ વસૂલવામાં આવશ%. નવી મુંબઈ કમિશનરેટ હેઠળ ટ્રાફિક-પોલીસના ૧૫ યુનિટો છે, જેમાં દરેક યુનિટને એક ઉપકરણ આપવામાં આવશે. નવા વર્ષમાં ત્રણથી ચાર મહિના આ ઉપકરણનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવામાં આવશે. આ પ્રયોગ સફળ થતાં આ ઉપકરણનો કાયમી સ્વરૂપે ઉપયોગ કરવામાં આવશે એમ વાશી વિભાગના ટ્રાફિક-પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.