નવી મુંબઈમાં ઍરર્પોટ બનાવવા સામે ડુંગરનો અવરોધ

30 December, 2011 05:02 AM IST  | 

નવી મુંબઈમાં ઍરર્પોટ બનાવવા સામે ડુંગરનો અવરોધ

 

જોકે આ ડેવલપમેન્ટ બૉડીને વનવિભાગ પાસેથી ગ્રીન સિગ્નલ મેળવવાનું બાકી છે, પરંતુ એના માટે એ મોટી સમસ્યા નથી. સૌથી મોટો પ્રૉબ્લેમ તો બીજો છે. જે જગ્યાએ ઍરર્પોટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યાં મોટો ટેકરો આવેલો છે અને આ હિલ કાપવી કઈ રીતે એ નક્કી કરવાનું છે. આ હિલ નેવું મીટર ઊંચી છે. ટેકરાને કાપવા માટે સિડકો લેટેસ્ટ બૉમ્બબ્લાસ્ટ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે. જો એમ કરવામાં આવે તો આ અવરોધ સરળતાથી દૂર થઈ જાય અને આગળનું કામ શરૂ થઈ જાય. આ કામ માટે સિડકો બે મહિનામાં ટેન્ડર બહાર પાડશે. સિડકોએ ઍરર્પોટનું બાંધકામ ૨૦૧૨ના ડિસેમ્બર સુધીમાં શરૂ થઈ જાય એવો પ્લાન બનાવ્યો છે.