નવી લોકલમાં ઑટોમૅટિક ડોર નાખવા હશે તો મોડી મળશે

08 October, 2014 05:19 AM IST  | 

નવી લોકલમાં ઑટોમૅટિક ડોર નાખવા હશે તો મોડી મળશે


રેલવેએ આ નિર્ણય લીધા બાદ હવે અધિકારીઓમાં ચર્ચા ચાલી છે કે ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરીમાં આવી ૭૦ ટ્રેનોનું પ્રોડક્શન હજી બાકી છે એથી ઑર્ડરમાં ફેરફાર કરીને ઑટોમૅટિક સ્લાઇડિંગ ર્ડોસની સુવિધા બાબતે નવેસરથી ઑર્ડર આપી શકાય કે કેમ?

આ વિશે કેટલાક અધિકારીઓનું માનવું છે કે ૭૨ બૉમ્બાર્ડિયર લોકલ ટ્રેનોનો પ્રોજેક્ટ પાસ કરાવવામાં અને એની ડિઝાઇન તૈયાર કરવામાં વિલંબ થયો છે અને હજી ખરેખર ટ્રેનો આવતાં બે વર્ષ નીકળી જવાનાં છે. હવે જો આ નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવે અને એને પાસ કરાવાય તેમ જ ઑર્ડરમાં ફેરફાર કરવામાં આવે તો આ પ્રોજેક્ટ વધુ વિલંબમાં મુકાશે અને મુંબઈગરાઓને ટ્રેનો મળવામાં વધુ વિલંબ થશે. આ ઉપરાંત આવી ટ્રેનોની કૉસ્ટમાં પણ વધારો થાય. એથી હાલનાં ટેન્ડરો કૅન્સલ કરીને નવેસરથી ટેન્ડરો બહાર પાડવાં પડે અને કાનૂની ગૂંચ પણ ઊભી થઈ શકે છે.