ગણેશની નાની મૂર્તિના વિસર્જન માટે ઈસ્ટ ને વેસ્ટમાં સુધરાઈ બનાવશે કૃત્રિમ તળાવ

22 August, 2012 06:54 AM IST  | 

ગણેશની નાની મૂર્તિના વિસર્જન માટે ઈસ્ટ ને વેસ્ટમાં સુધરાઈ બનાવશે કૃત્રિમ તળાવ

ઘાટકોપરમાં અનેક વિવાદો પછી ઈસ્ટમાં આવેલા બૅરિસ્ટર નાથ પૈનગરના ડૉ. કેશવ બલિરામ હેડગેવાર ઉદ્યાનમાં કૃત્રિમ તળાવ ઊભું કરી ગણપતિ વિસર્જનની સફળતા મેળવ્યા પછી ઘાટકોપરનો વિસ્તાર સુધરાઈના જે વૉર્ડ હેઠળ આવે છે એ ફ્ વૉર્ડના અધિકારીઓએ આ વર્ષે નાની ગણેશની મૂર્તિના વિસર્જન માટે ઈસ્ટ અને વેસ્ટ બન્નેના ગણેશભક્તોને સુવિધા થાય એ માટે ઈસ્ટમાં ડૉ. કેશવ બલિરામ હેડગેવાર ઉદ્યાનમાં અને ભટ્ટવાડીમાં દત્તાજી સાળવી મેદાનમાં કૃત્રિમ તળાવ ઊભાં કરવાનો નર્ણિય લીધો છે જેનું કામ સુધરાઈ પ્રાયોરિટી ધોરણે શરૂ કરશે.

આ માહિતી આપતાં ફ્ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર પ્રમોદ ખેડકરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી ઇચ્છા તો ઘાટકોપરના ગણેશભક્તોને નાના ગણપતિના વિસર્જનની સુવિધા માટે મુલુંડની જેમ કાયમી તળાવ મળે એવી હતી, પરંતુ મહાનગરપાલિકા પાસે ફન્ડની

અછત હોવાથી એ સમયના મહાનગરપાલિકાના ઝોન ૬ના ડેપ્યુટી કમિશનર ડૉ. એસ. એસ. કુડાલકરે હંગામી ધોરણે કૃત્રિમ તળાવ હેડગેવાર ઉદ્યાનમાં બનાવવાનો નર્ણિય લીધો હતો જેનો ૧૧૦થી વધુ ગણેશભક્તોએ લાભ લીધો હતો અને અનેક ગણેશભક્તોએ આ વ્યવસ્થા ઈસ્ટ અને વેસ્ટ બને સ્થળોએ હોવી જોઈએ એવી જોરદાર માગણી કરી હતી. આ સફળતાથી પ્રેરાઈને અમે આ વર્ષે પણ નાની ગણેશ મૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાનો નર્ણિય લીધો છે. ગયે વર્ષે ફક્ત ઈસ્ટમાં જ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ કામ તરત જ શરૂ કરવામાં આવશે.’

કૃત્રિમ તળાવ બનાવવા માટે શું બન્યું હતું?

ગણેશભક્તોને સુવિધા મળે અને કુર્લા કે પવઈ નાની ગણેશ મૂર્તિના વિસર્જન માટે જવું ન પડે એ માટે એ સમયનાં રામજી આસર અને કિરોલ વિલેજના વિસ્તારને આવરી લેતા સુધરાઈના વૉર્ડ-નંબર ૧૨૪નાં બીજેપીનાં નગરસેવિકા શોભા આસરે એ સમયના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે કૃત્રિમ તળાવની માગણી કરી હતી. એ માટે તેમણે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એક પ્લૉટની પસંદગી પણ કરી હતી જ્યાં કાયમી કૃત્રિમ તળાવ અને ગાર્ડન બનાવીને લોકોને ફરવાનું એક સ્થળ મળે એવી રજૂઆત હતી, પરંતુ મહાનગરપાલિકા પાસે ફન્ડ ન હોવાથી એ રજૂઆતને અભરાઈ પર ચડાવી દેવામાં આવી હતી. ફન્ડની ખોટ પૂરી કરવા ઈશાન મુંબઈના એનસીપીના સંસદસભ્ય સંજય દીના પાટીલે કાયમી તળાવને તેમના પિતાના નામે ચાલતા ટ્રસ્ટનું નામ આપવામાં આવે એ શરતે ફન્ડ પૂરું પાડવાની તૈયારી બતાવી હતી. જોકે મુલુંડના એક્સપ્રેસ હાઇવે પર સરદાર તારા સિંહ દ્વારા બનાવવામાં આવેલા તળાવના ચાલી રહેલા વિખવાદને લીધે મહાનગરપાલિકાએ સંજય પાટીલની ઑફર સ્વીકારી નહોતી. આમ છતાં એ સમયના ઝોન ૬ના ડીએમસી ડૉ. એસ. એસ. કુડાલકરની કૃત્રિમ તળાવ બનાવવાની તીવ્ર ઇચ્છા હતી જેના માટે તેમણે પંતનગરના આચાર્ય અત્રે મેદાન પર પસંદગી ઉતારી હતી. આનો એ સમયના ઘાટકોપર-ઈસ્ટના પંતનગરના વિસ્તારને આવરી લેતા વૉર્ડ-નંબર ૧૨૫ના કૉન્ગ્રેસના નગરસેવક સુરેશ ગોલતકરે વિરોધ કર્યો હતો. એવી જ રીતે ઘાટકોપર-વેસ્ટના ભટ્ટવાડીના વિસ્તારને આવરી લેતા વૉર્ડ-નંબર ૧૨૦ની શિવસેનાની નગરસેવિકા શુભાંગી શર્કિેએ તેના વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવા સામે વિરોધ કરતાં આખરે ડીએમસી ડૉ. કુડાલકરે ઈસ્ટના નાથ પૈનગરમાં આવેલા હેડગેવાર ઉદ્યાનમાં કૃત્રિમ તળાવ બનાવીને ગણેશભક્તોને સુવિધા કરી આપી હતી.