હવે હાજી અલી દરગાહમાં મહિલાઓને પ્રવેશ અપાવવા બન્યું સંગઠન હાજી અલી સબકે લિએ

21 April, 2016 03:30 AM IST  | 

હવે હાજી અલી દરગાહમાં મહિલાઓને પ્રવેશ અપાવવા બન્યું સંગઠન હાજી અલી સબકે લિએ



શિંગણાપુરના શનિ મંદિરના ચબૂતરા પર મહિલાઓને પ્રવેશ માટેની ચળવળની સફળતા પછી હવે ૨૦ સંસ્થાઓએ મળીને હાજી અલી દરગાહમાં મહિલાઓના પ્રવેશ માટે ‘હાજી અલી સબકે લિએ’ નામના સંગઠનની રચના કરી છે.

મહાલક્ષ્મીના દરિયાકાંઠે નાનકડા ટાપુ પર ૧૫મી સદીના સૂફી સંત હાજી અલીની દરગાહ છે. એ દરગાહના અંદરના ભાગમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. રોજ સેંકડો લોકો એ દરગાહની મુલાકાતે જાય છે. આ સંગઠનની જાહેરાત માટે યોજાયેલી પત્રકાર-પરિષદમાં કેટલાક લોકોએ આ બાબત શરિયતની વિરુદ્ધ છે એમ કહીને ખલેલ પાડ્યો હતો.