૭ વર્ષના બાળકને પાડોશીએ ચૉકલેટને બદલે આપ્યું મોત

07 September, 2012 07:04 AM IST  | 

૭ વર્ષના બાળકને પાડોશીએ ચૉકલેટને બદલે આપ્યું મોત

કાંદિવલી-વેસ્ટમાં એકતાનગરમાં રહેતી સુનીતા શર્માના સાત વર્ષના દીકરા સાગરનું અપહરણ કરી અપહરણકારે શર્માપરિવાર પાસે ૫૦,૦૦૦ રૂપિયા ખંડણી માગી હતી, જેનો તેમણે ઇન્ાકાર કરતાં પથ્થર મારીને ૩૧ ઑગસ્ટ, શુક્રવારે સાગરની હત્યા કરવામાં આવી હતી. સાગરના પિતા શિવચંદે કહ્યું હતું કે ‘રવિવારે બપોરે બે વાગ્યે સાગર ઘરની બહાર રમવા ગયો હતો. હું તેને જમવા માટે ઘરે બોલાવવા ગયો એ વખતે તે ત્યાં દેખાયો નહોતો. મંગળવારે બપોરે મને ફોન આવ્યો અને કહ્યું કે સાગરનું તેમણે અપહરણ કર્યું છે અને તેના બદલામાં જો તેઓ ૫૦,૦૦૦ રૂપિયા ખંડણીરૂપે નહીં આપે તો સાગરની તેઓ હત્યા કરશે. એટલે મેં કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મને પૂરેપૂરો શક હતો કે સાગરનું અપહરણ મારા પાડોશીએ જ કર્યું છે એટલે પોલીસને પણ મેં જાણ કરી હતી. છેવટે અમે તેમને રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું એટલે મેં મારા ભાઈ અને સગાંવહાલાંઓ પાસે મદદ માગી ૫૦,૦૦૦ રૂપિયા એકઠા પણ કર્યા હતા.’

કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર હરેશ્વર પિંપળેએ મિડ-ડે ન્ંણૂીર્શ્રને કહ્યું હતું કે ‘રવિવારે બપોરે સાગર તેના ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે પાડોશમાં રહેતો મનીષ ચૉકલેટ આપીને તેને લઈ ગયો હતો. થોડી વાર પછી મનીષે મોબાઇલથી ફોન કરીને ૫૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી, પણ તેના પિતાએ રૂપિયા આપવાનો ઇન્ાકાર કર્યો હતો.’ પોલીસે મોબાઇલ ફોનને ઘણી વાર ટ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આખરે પાડોશમાં રહેતા મનીષ પર શક જતાં તેને પૂછપરછ માટે પોલીસ-સ્ટેશનમાં બોલાવ્યો હતો. પૂછપરછ દરમ્યાન સાગરનું અપહરણ અને તેની હત્યા કરી હોવાનું તેણે કબૂલ્યું હતું. આ સંદર્ભે મનીષ નરસિંહ ગૌડની ધરપકડ કરવામાં આવી છે તેમ જ તેના અન્ય સાથીદારોની શોધખોળ ચાલુ છે. ’