લોકલ ટ્રેન શરૂ કરવા કેન્દ્ર સરકાર સાથે ચર્ચા ચાલે છે : સુભાષ દેસાઈ

08 August, 2020 06:59 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

લોકલ ટ્રેન શરૂ કરવા કેન્દ્ર સરકાર સાથે ચર્ચા ચાલે છે : સુભાષ દેસાઈ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં હવે કોવિડ-19 પર નિયંત્રણ આવી રહ્યું છે ત્યારે વેપારી અસોસિએશનના મેમ્બર્સની ડિમાન્ડ છે કે લોકલ ટ્રેન શરૂ કરો જેથી વેપારીઓનો બિઝનેસ પાટા પર ચડે. એ બાબતે ધ બૉમ્બે સબર્બન ગ્રેન ડીલર્સ અસોસિએશનના મેમ્બર્સ દ્વારા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રેલવેપ્રધાન પીયૂષ ગોયલને ગઈ કાલે બપોરે ૪ વાગ્યે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

આ બાબતે ગાર્ડિયન મિનિસ્ટર સુભાષ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર સાથે આ બાબતે વાતચીત ચાલી રહી છે. એક વખત લોકલ ટ્રેન શરૂ થઈ ગઈ એ પછી કોઈ રિસ્ટ્રિક્શન નહીં રહે. લૉકડાઉનની એક ટકો પણ અસર નહીં રહે. લોકલ ટ્રેનમાં કેવી રીતે યાત્રા થાય છે એ તો બધા જાણે જ છે. કોરોનાનું સંકટ હજી પૂરી રીતે ખતમ થયું નથી. આથી આમાંથી શું રસ્તો કાઢવો એ બાબતે કેન્દ્ર સરકારની રાજ્ય સરકાર સાથે વાતચીત ચાલી રહી છે.’

ધ બૉમ્બે સબર્બન ગ્રેન ડીલર્સ અસોસિએશનના સેક્રેટરી ચંદ્રકાન્ત ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને પૂરો વિશ્વાસ છે કે અમારી માગણી જલદી પૂરી થશે. બસ-ટૅક્સીનાં ભાડાં બહુ મોંઘાં પડી રહ્યાં છે. માણસો પણ દુકાને આવે કે ન આવે, વર્ષોથી દુકાનમાં કામ કરતા હોય એટલે સ્ટાફને પણ પગાર તો આપવો જ પડે છે.’

mumbai mumbai news mumbai local train mumbai trains indian railways coronavirus covid19 lockdown urvi shah-mestry