11 March, 2025 06:58 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પુણે શહેર અધ્યક્ષ પ્રશાંત જગતાપે વિરોધ-પ્રદર્શન કરનારા કાર્યકરોની હકાલપટ્ટી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના કાર્યકરોએ ગઈ કાલે પુણે મેટ્રોના પાટા પર જઈને વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને સ્થાનિક યુવાનોને રોજગાર આપવા માટેની માગણી કરી હતી. આ વિરોધ-પ્રદર્શનને લીધે મેટ્રો રેલ એકથી દોઢ કલાક બંધ રહી હતી, જેને કારણે મેટ્રોના પ્રવાસીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મેટ્રો રેલને ખોરવીને પ્રશાસનને મુશ્કેલી મૂકવામાં આવ્યું હોવાથી પક્ષના પુણે શહેર અધ્યક્ષ પ્રશાંત જગતાપે વિરોધ-પ્રદર્શન કરનારા કાર્યકરોની હકાલપટ્ટી કરી હોવાનું જાણવા મળ્યું હતું.