છગન ભુજબળે નાશિક ટોલ-નાકાનો ટ્રાફિક જૅમ છોડાવ્યો

26 December, 2020 12:48 PM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

છગન ભુજબળે નાશિક ટોલ-નાકાનો ટ્રાફિક જૅમ છોડાવ્યો

નાશિકના ટોલ-નાકા પર કારમાંથી ઊતરીને ટ્રાફિકનું નિયમન કરતાં છગન ભુજબળ

ક્રિસમસ અને લાંબા વીક-એન્ડને કારણે રાજ્યના તમામ હાઇવે પર ગઈ કાલે ભારે ટ્રાફિક જૅમ થવાથી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. મુંબઈથી નાશિક જવા નીકળેલા અન્ન અને નાગરી પુરવઠા પ્રધાન છગન ભુજબળને પણ ટ્રાફિક જૅમનો સામનો કરવો પડ્યો હતો. નાશિક ખાતેના ટોલ-નાકા પર તેમણે કારમાંથી ઊતરીને ટ્રાફિકનું નિયમન કર્યું હતું. તેમણે ટોલ-નાકા પર કેવી રીતે ટ્રાફિક જૅમનો ઉકેલ લાવી શકાય એ બાબતની ચર્ચા પણ કરી હતી.

ક્રિસમસ શુક્રવારે આવી હોવાથી ત્રણ દિવસનું મિની વેકેશન મળતાં મોટી સંખ્યામાં મુંબઈગરાઓ ગઈ કાલે સવારે વાહનોમાં નીકળી પડ્યા હતા. મુંબઈ ગોવા હાઇવે પર વડખળ બાયપાસ માર્ગથી પોયનાડ સુધી ભારે ટ્રાફિક સર્જાયો હતો. એવી જ રીતે અલીબાગ તરફ જતા રસ્તામાં તો ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાઈન લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

ક્રિસમસમાં મુંબઈમાં રહેતા મોટા પ્રમાણમાં લોકો રજાનો આનંદ લેવા માટે દર વર્ષે અલીબાગ જતા હોય છે. આથી આ વર્ષે પણ અહીં

મોટા પ્રમાણમાં લોકો ગઈ કાલે

જવા નીકળ્યા હોવાથી ભારે ટ્રાફિક જૅમ સર્જાયો હતો. આવી રીતે મુંબઈથી અસંખ્ય લોકો ક્રિસમસમાં ગોવા જતા હોય છે એટલે ગઈ કાલે મુંબઈ-ગોવા હાઇવે પણ જૅમ થઈ ગયો હતો.

mumbai mumbai news nashik chhagan bhujbal