TMCની ચૂંટણીમાં ફક્ત ૯ જ બેઠકો મળતાં NCPએ એની થાણેની કમિટી બરખાસ્ત કરી

13 April, 2026 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નબળા પ્રદર્શનને કારણે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં વિપક્ષના મહત્ત્વપૂર્ણ નેતાનું પદ પણ પાર્ટીએ ગુમાવવું પડ્યું હતું.

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)માં જો કોઈ રમખાણ ફાટી નીકળે તો પાલિકાના વિવિધ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ એવી પરિસ્થિત‌િને હૅન્ડલ કરવા કેટલા તૈયાર છે એ જાણવા ગઈ કાલે વર્તકનગરમાં એક મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું

તાજેતરની થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની ચૂંટણીઓમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શનના સીધા પરિણામ સ્વરૂપે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ એની સમગ્ર થાણે શહેર કારોબારી સમિતિને બરખાસ્ત કરી નાખી છે. 

શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે રાજ્યમાં મહાયુતિ ગઠબંધનનો ભાગ હોવા છતાં NCPએ થાણેમાં કૉર્પોરેશનની ચૂંટણી સ્વતંત્ર રીતે લડવાનું પસંદ કર્યું હતું, પણ એ રણનીતિ અપેક્ષિત પરિણામો ન આપી શકી, પક્ષને ફક્ત ૯ બેઠકો મળી હતી. એટલું જ નહીં, એ નબળા પ્રદર્શનને કારણે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં વિપક્ષના મહત્ત્વપૂર્ણ નેતાનું પદ પણ પાર્ટીએ ગુમાવવું પડ્યું હતું.

પાર્ટીની ઉચ્ચ સ્તરીય રિવ્યુ મીટિંગ દરમ્યાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પક્ષના નેતાઓએ ચૂંટણી-ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. કાર્યકરોને સંબોધતાં વરિષ્ઠ નેતા નજીબ મુલ્લાએ કાર્યકરોને હિંમત ન હારવાની વિનંતી કરી અને પાયાના સ્તરે સંગઠનને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

હૈં તૈયાર હમ

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)માં જો કોઈ રમખાણ ફાટી નીકળે તો પાલિકાના વિવિધ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ એવી પરિસ્થિત‌િને હૅન્ડલ કરવા કેટલા તૈયાર છે એ જાણવા ગઈ કાલે વર્તકનગરમાં એક મૉક ડ્ર‌િલનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગળે એસ્ટટેની જ્ઞાનોદય સ્કૂલ પાસે બે જૂથ વચ્ચે મારામારી થઈ હોવાનું જણાવાયું હતું અને એ સિચુએશનને ટેકલ કરવા TMCના કર્મચારીઓ પોલીસ સાથે ત્યાં પહોંચ્યા હતા. 

mumbai news mumbai thane municipal corporation nationalist congress party political news indian politics