NCP ચીફ શરદ પવારની તબિયત બગડી, મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ

31 October, 2022 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એનસીપી પ્રમાણે શરદ પવારને બુધવારે હૉસ્પિટલમાંથી રજા મળી જશે. એનસીપીએ કહ્યું કે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી તે 4-5 નવેમ્બરે શિરડીમાં થનારી પાર્ટીની શિબિરમાં ભાગ લેશે.

શરદ પવાર (ફાઇલ તસવીર)

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (રાકૉંપા)ના (NCP) (National Congress Party Chief Sharad Pawar) પ્રમુખ શરદ પવારની તબિયત બગડવાથી તેમને સોમવારે મુંબઈની બ્રીચ કેન્ડી (Hospitalised in Mumbai Brreach Candy Hospital) હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. એનસીપી પ્રમાણે શરદ પવારને બુધવારે હૉસ્પિટલમાંથી રજા મળી જશે. એનસીપીએ કહ્યું કે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી તે 4-5 નવેમ્બરે શિરડીમાં થનારી પાર્ટીની શિબિરમાં ભાગ લેશે.

એનસીપીએ કહ્યું કે શિરડીમાં પોતાની પાર્ટીની શિબિરમાં ભાગ લેવા સિવાય શરદ પવાર નાંદેડના રસ્તે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાના એક દિવસ પછી 8 નવેમ્બરે કૉંગ્રેસની `ભારત જોડો યાત્રા`માં પણ ભાગ લેશે. આ પહેલા શરદ પવારે કહ્યું હતું કે કૉંગ્રેસ નેતા અશોક ચવ્હાણ અને બાળાસાહેબ થોરાટે તેમની મુલાકાત કરી અને તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો પણ ભાગ બનવાનું આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો : એમસીએમાં પવાર-શેલારની પૅનલે અમોલ કાળેને અપાવ્યો વિજય

રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ પવારે કહ્યું કે કૉંગ્રેસની રાષ્ટ્રવ્યાપી ભારત જોડો યાત્રાની પહેલનો ઉદ્દેશ્ય નફરત દૂર કરવાનો અને સમાજમાં એકતા લાવવાનો છે. 23 ઑક્ટોબરે તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટી અને અન્ય રાજનૈતિક દળ પણ રાજ્યમાં જ્યાં શક્ય હોય, કૉંગ્રેસની પહેલ સાથે સામેલ થશે. શરદ પવારને પહેલા ગયા વર્ષે 11 એપ્રિલના હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એનસીપી પ્રમુખ શરદ પવારની પિત્તાશયની થેલીમાં પથરી હોવાની ખબર પડ્યા બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Mumbai mumbai news national news sharad pawar nationalist congress party