NCBએ પોતાના જ બે ઑફિસર્સને કર્યા સસ્પેન્ડ, આરોપીની મદદની શંકા

03 December, 2020 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

NCBએ પોતાના જ બે ઑફિસર્સને કર્યા સસ્પેન્ડ, આરોપીની મદદની શંકા

ભારતી સિંહ (ફાઇલ ફોટો)

બોલીવુડ ડ્રગ કનેક્શન (Bollywood Drug Connection)ની તપાસ કરતા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો(NCB)એ પોતાના જ વિભાગના બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બન્ને ઑફિસર્સની ભૂમિકા શંકાસ્પદ મળી છે. વિભાગને શંકા છે કે બન્ને આરોપીઓને જામીન અપાવવામાં અને અગ્રિમ જામીન મળવામાં અપરોક્ષ રૂપે મદદ કરી છે.

નોંધનીય છે કે ડ્રગ્સ મામલે કૉમેડિયન ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોઇ ઑફિસર કૉર્ટ પહોંચ્યા નહોતા. કૉર્ટે NCBનો પક્ષ સાંભળ્યા વગર જ બન્ને કલાકારોને જામીન આપવી પડી હતી. એવું જ કંઇક અભિનેત્રી દીપિકા પાદુકોણની ટેલેન્ટ મેનેજર રહી ચૂકેલી કરિશ્મા પ્રકાશની અગ્રિમ જામીનને લઇને પણ છે. શંકાના ઘેરાવામાં આવેલા બન્ને ઑફિસર્સની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર ડ્રગ કેસ: કૉમેડિયન ભારતી અને પતિ હર્ષના જામીન મંજૂર

દરમિયાન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની જામીન રદ કરાવવા માટે NCBએ NDPSની સ્પેશિયલ કૉર્ટમાં મેજિસ્ટ્રેટના આદેશને પડકાર આપ્યો છે.

mumbai mumbai news bollywood bollywood news