Maharashtra: નાંદેડમાં એનસીબીએ ડ્રગ્સ ફેક્ટરીનો કર્યો પર્દાફાશ, 3ની કરી ધરપકડ

23 November, 2021 04:41 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના નાંદેડમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના નાંદેડમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે દરોડામાં 111 કિલો પાપી સ્ટ્રો (દવા બનાવવા માટે વપરાતી) મળી આવી હતી. 

આ સાથે જ 1.5 કિલો અફીણ, 1.55 લાખ રોકડ અને 2 મોટા મશીનો મળી આવ્યા છે. આ મામલે પોલીસે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક પંજાબનો હોવાનું જાણવા મળ્યુ છે.

એનસીબીને આવી પ્રવૃતિઓ અંગે બાતમી મળતા કાર્યવાહી હાથ ધરી હતી. NCB ટીમે નાંદેડના કામથામાં આવેલી ત્રણ દુકાનો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને ડ્રગ્સ, અફીણ અને રોકડ મળી આવી હતી.

mumbai mumbai news NCB Narcotics Control Bureau