નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ દુષ્કર્મનો લગાવ્યો આરોપ, બાળકોને લઈ કહ્યું આવું

24 February, 2023 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી(Nawazuddin Siddiqui)ની પત્ની આલિયાએ તેના પર અત્યાર કરવાનો આક્ષેપ કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં અભિનેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારે હવે અભિનેતા પર દુષ્કર્મનો આરોપ મુક્યો છે.

નવાઝુદ્દીન સિદ્દીકી

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) પોતાની ખાનગી જીંદગીને લીધે વિવાદોથી ઘેરાયેલા છે. પહેલા તેમની પત્ની આલિયાએ તેના પર અત્યાર કરવાનો આક્ષેપ કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં અભિનેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારે હવે અભિનેતા પર દુષ્કર્મનો આરોપ મુક્યો છે. આલિયાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં આલિયા રડતી જોવા મળી રહી છે. આલિયાએ વીડિયોમાં કહ્યું કે નવાઝુદ્દીન તેનાથી તેના બાળકોને દુર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. 

પ્રસિદ્ધિ તેમના માથે ચડી ગઈ છે-આલિયા

આલિયાએ વીડિયોમાં કહ્યું, "નવાઝે કાલે કોર્ટમાં કહ્યું કે બાળકોની કસ્ટડી તેને જોઈએ છે. જે શખ્સે ક્યારેય બાળકોને ખુશીનો અનુભવ નથી કરાવ્યો, જેને બાળકોને ક્યારેય મહેસુસ કર્યા જ નથી તે મારી પાસથી મારા બાળકો છીનવા માગે છે? તેને ડાયપરનો ઉપયોગ પણ નથી ખબર, સમય જતાં બાળકો કેમ મોટા થઈ ગયા તેનો પણ તેને ખ્યાલ નથી અને તે મારી બાળકોને મારી પાસેથી છીનવવા માંગે છે.  બધાને એ સાબિત કરવાની કોશિશ કરી રહ્યો છે કે તે એક સારો પિતા છે. તે એક કાયર પિતા છે. તો પોતાની શક્તિનો ઉપયોગ ખોટી જગ્યાએ એક માથી તેના બાળકોને દુર કરવામાં કરી રહ્યો છે.  પરંતુ તે એ નથી જાણતો કે સર્વશક્તિમાન પાસે સૌથી મોટી શક્તિ હોય છે. મેં હંમેશાં તને મારો પતિ માન્યો અને તે ક્યારેય મને પત્નીનો દરજ્જો ન આપ્યો. એને મને દરેક રીતે નબળી કરી દીધી છે. પ્રસિદ્ધિ તેના માથે ચડી ગઈ છે. પરંતુ મને કાનુન અને અદાલત પર ભરોસો છે. પરિણામ મારા પક્ષમાં જ આવશે."

આ પણ વાંચો: વેશ્યાઓની પીડાને આટલી નજીકથી કઈ રીતે સમજે છે સંજય લીલા ભણસાલી? શું છે કનેક્શન

આ વીડિયોને શેર કરતાં કેપ્શનમાં આલિયાએ લખ્યું કે "એક મહાન એક્ટર, જે હંમેશાં મહાન વ્યક્તિ બનવાની કોશિશ કરતો રહે છે. તેની નિર્દય મા જે હંમેશાં મારા બાળકોને નાજાયેઝ બોલે છે અને આ  માણસ ચુપ રહે છે, વર્સોવા પોલીસ સ્ટેસનમાં કાલે જ એની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. કંઈ પણ થઈ જાય આ નિર્દય લોકોના હાથમાં હું મારા બાળકોને નહીં જવા દંઉ."

mumbai news nawazuddin siddiqui versova mumbai police