આ બધું ફરજીવાડા હતું, ક્રુઝ ડ્રગ્સ કેસ પર નવાબ મલિકે આપી પ્રતિક્રિયા

20 November, 2021 07:52 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આ બધું પૂર્વ આયોજિત હતું. હવે આ ફરજીવાડા ખુલ્લુ પડી ગયું છે.

નવાબ મલિક

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસ (Cruise Drugs Case)મામલે બોમ્બે હાઈ કોર્ટે કહ્યું કે તેમને આર્યન ખાન (Aryan khan)અને તેના સહયોગી વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. જેના પર ફરી મહારાષ્ટ્ર પ્રધાન નવાબ મલિકે ટ્વિટ કર્યુ છે. 

નવાબ મલિકે ટ્વિટ પર લખ્યું કે, આર્યન ખાન કેસ માત્ર ખંડણી અને અપહરણનો મામલો હતો. આ બધું પૂર્વ આયોજિત હતું. હવે આ ફરજીવાડા ખુલ્લુ પડી ગયું છે.

 
 
નોંધનીય છે કે ડ્ર્ગ્સ કેસ મામલે કોર્ટે કહ્યું કે, આરોપીઓ સામે પ્રથમ દ્રષ્ટીએ એવો કોઈ પુરાવો મળ્યો નથી જે સાબિત કરી શકે કે તેઓએ ડ્રગ્સ સંબંધિત કોઈ ગુનાનું કાવતરું ઘડ્યું હતું. 28 ઓક્ટોબરે જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેની સિંગલ બેન્ચે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના જામીન સ્વીકારી લીધા હતા.

ઉલ્લેખનીય છે આર્યન ખાન ડ્ર્ગ્સ કેસ બાદ નવાબ મલિકે એનસીબી અધિકારી સમીર વાનખેડે પર સતત હુમલો કર્યો હતો.  મલિકે તેમના પર નકલી પ્રમાણપત્ર પર નોકરી મેળવવા અને જાતિ સંબંધિત અનેક આક્ષેપો કર્યા હતા. ત્યાર બાદ સમીર વાનખેડેના પિતાએ મલિક વિરુદ્ધ માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે. 

mumbai mumbai news nationalist congress party aryan khan