Navratri Double Dhamaka: તમારા ભવ્ય પ્રતિસાદ બદલ તમારો આભાર

21 October, 2020 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Navratri Double Dhamaka: તમારા ભવ્ય પ્રતિસાદ બદલ તમારો આભાર

25 ઑક્ટોબર સુધી રોજ સાંજે 8.30થી 10.00 વાગ્યા સુધી માણતા રહેજો

આજે પાંચમા નોરતે તમને ગુજરાતી મિડ-ડે તરફથી નવરાત્રીની ફરીએકવાર શુભ કામનાઓ. તમે નૈતિક નાગડાનાં બીટ્સ પર થનગનતાં જ હશો. મિડ-ડે તથા થાણે રાસ અને રંગના સંયુક્ત ઉપક્રમે તમારા સુધી પહોંચતી વર્ચ્યુઅલ નવરાત્રી તો તમે માણી જ રહ્યાં છો.સાથે તમારા ગરબાની ટેલેન્ટના મસ્ત મજાના વીડિયો પણ અમારા સુધી પહોંચ્યા છે, અમારા જજીઝ તમારી ટેલેન્ટથી ખુશખુશાલ છે અને તમને અમારા તરફથી થેંક્યુ. જલ્દી જ જાણીશું કોણ છે દાંડિયા સ્ટાર.

આજે જ શરૂ કરો ગુજરાતી મિડ-ડે ડિજિટલ ટેબ્લોઇડની ફ્રી ટ્રાયલ, જાણો સમીર અને અર્ષ તન્ના કોને કરે છે પસંદ, કઇ કેટેગરીઝમાં તમે તમારા વિનર્સ જોશો તથા કેવી રીતે આપશો તમારા વોટ્સ. 

નૈતિક નાગડા સાથે રાસ-ગરબાની મોજ તમારા ઘરની સલામતીમાં રહીને તથા તમારા ડિજિટલ ટેબ્લોઇડ મારફતે. 25 ઑક્ટોબર સુધી રોજ સાંજે 8.30થી 10.00 વાગ્યા સુધી માણતા રહેજો. જો હજી મિડ-ડે ડિજિટલ ટેબ્લોઇડની 30 દિવસની ફ્રી ટ્રાયલ ન લીધી હોય તો આજે જ લઇ લો અને આજે જ ઉજવો નવરાત્રી. 

gujarati mid-day