હૉસ્પિટલમાં દર્દ ભૂલીને જ્યારે દર્દીઓએ મનાવી નવરાત્રી

06 October, 2019 01:16 PM IST  |  મુંબઈ

હૉસ્પિટલમાં દર્દ ભૂલીને જ્યારે દર્દીઓએ મનાવી નવરાત્રી

હૉસ્પિટલમાં થઈ નવરાત્રીની ઉજવણી..

તહેવારની મોસમમાં જ્યા દરેક જગ્યાએ ઢોલ નગારા અને ગરબાના તાલ સંભળાઈ રહ્યા છે. ત્યારે એક ખૂણો એવો પણ છે જ્યાં લોકો તેમના દિવસ-રાત પથારી પર વિતાવવા માટે મજબૂર છે, અને તે છે હૉસ્પિટલ. બીમારીઓ સામે ઝઝૂમી રહેલા લોકો. સાથે તેમની ચિંતામાં તેમની સાથે સવાર સાંજ વિતાવી રહેલા તેમના પરિવારના લોકો. એવામાં કાંઈક એવું જે એમને ખુશ કરે તેવું હોય તો તે જરૂરથી કરવું જોઈએ. મુંબઈના એક હૉસ્પિટલમાં નવરાત્રીના મોકા પર કાંઈક આવું જ થયું.

મલાડની છે ઘટના
મુંબઈના મલાડ વિસ્તારની આ ઘટના છે જ્યાં આવેલી કિડની હૉસ્પિટલમાં ગરબા રમવામાં આવ્યા. હૉસ્પિટલમાં ડાયાલિસિસ કરાવી રહેલા દર્દીઓ હૉસ્પિટલના મહિલા કર્મચારીઓ સાથે દાંડિયા રમતા જોવા મળી રહ્યા છે અને પાછળ ગરબા વાગી રહ્યા છે. દાંડિયા રમીને દર્દીઓના ચહેરા પર પણ સ્મિત જોવા મળી રહ્યું છે.


તમે સંજય દત્તની જાણીતી ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ તો જોઈ જ હશે. દવાઓથી વધુ અસર જાદૂ કી જપ્પીનો થાય છે. પ્રેમથી કરેલો એ સ્પર્શ લોકોના ચહેરા પણ સ્મિત લાવી દે છે. તેમને તેમનું દર્દ થોડા સમય માટે ભુલાવી દે છે. હૉસ્પિટલની આ પહેલને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

navratri mumbai malad