Hanuman Chalisa: નવનીત રાણાનો આજે દિલ્હી પ્રવાસ, જેલ દુર્વ્યવહારની કરશે ફરિયાદ

09 May, 2022 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હાથમાં હનુમાન ચાલીસા લઈને નવનીત રાણા બહાપ નીકળી. તેમણે કહ્યું કે જો એવું લાગે છે કે જેલથી મહિલાનો અવાજ દબાવી શકે છે તો અમારી લડાઈ ભગવાનના નામથી છે અને તેને આગળ પણ જાળવી રાખીશ.

નવનીત રાણા (ફાઈલ તસવીર)

હૉસ્પિટલમાંથી રજા મળ્યા પછી અમરાવતીની નિર્દળીય સાંસદ નવનીત રાણા આજે દિલ્હીમાં જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે મુંબઈથી 11.55ના નીકળીને દિલ્હી પહોંચશે. અહીં તે ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરશે. આશા છે કે તે અહીં મહારાષ્ટ્રની ઠાકરે સરકાર વિરુદ્ધ ફરિયાદ કરશે. સાથે પોલીસની અટકમાં તેમની સાથે જે દુર્વ્યવહાર થયો તેની પણ ફરિયાદ કરી શકે છે. જણાવવાનું કે ગઈ કાલે રાણાં દંપત્તિએ ભાજપ નેતા રામ કદમ સાથે પણ મુલાકાત કરી હતી.

જેલમાંથી બહાર આવીને ગૃહમંત્રી સાથેની તેમની મુલાકાતના અનેક રાજનૈતિક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત બાદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાને દેશદ્રોહના આરોપમાં જેની હવા ખાવી પડી હતી. જો કે, મુંબઈ સેશન કૉર્ટે તેમને જામીન આપ્યા છે તેના પછી તેમની તબિયત બગડી અને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું.

ઉદ્ધવ ઠાકરે પર મૂક્યો સત્તાના દુરુપયોગનો આરોપ
હૉસ્પિટલમાંથી બહાર આવીને તે ણે ફરી એક વાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર હુમલો કર્યો અને કહ્યું કે તેમની આ લડાઈ ચાલુ રહેશે. તેમણે ઉદ્ધવ ઠાકરે પર સત્તાના દુરુપયોગનો પણ આરોપ મૂક્યો છે અને ચેતવણી આપી છે કે જો હિમ્મત છે તો તેના વિરુદ્ધ ચૂંટણી લડી બતાવે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર તેને કઈ વાતની સજા આપી રહી છે. જો હનુમાન ચાલીસા વાચવી અને ભગવાનનું નામ લેવો ગુનો છે તો 14 દિવસ તો શું 14 વર્ષ સુધી જેલમાં રહેવા તૈયાર છું.

હાથમાં હનુમાન ચાલીસા લઈને હૉસ્પિટલમાંથી બહાર આવી રાણા
આ પહેલા નવનીત રાણાને હૉસ્પિટલમાંથી રજા મળ્યા પછી સમર્થકોએ હનુમાનજીની મૂર્તિ ભેટ આપી તેમનું સ્વાગત કર્યું. આની સાથે જ તેના માથે તિલક અને શૉલ ઓઢાડી નવનીત રાણાનું લોકોએ સ્વાગત કર્યું. હાથમાં હનુમાન ચાલીસા લઈને નવનીત રાણા બહાપ નીકળી. તેમણે કહ્યું કે જો એવું લાગે છે કે જેલથી મહિલાનો અવાજ દબાવી શકે છે તો અમારી લડાઈ ભગવાનના નામથી છે અને તેને આગળ પણ જાળવી રાખીશ.

Mumbai mumbai news