11 January, 2026 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
નવી મુંબઈ પોલીસનો એક કૉન્સ્ટેબલ બાર-ડાન્સર્સ પર નોટો વરસાવતો પકડાયો હતો. તેની આ હરકતનો વિડિયો વાઇરલ થતાં તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ધ્યાન દોરે એવી વાત તો એ છે કે અનિલ સુખદેવ મંડોલે નામનો આ કૉન્સ્ટેબલ ઇમ્મૉરલ હ્યુમન ટ્રાફિકિંગ પ્રિવેન્શન સેલ (IHTPC) સાથે જોડાયેલો હતો.
કોપરખૈરણેના નટરાજ લેડીઝ બારમાં દારૂ પીતી વખતે તે મહિલા ડાન્સર્સ પર નોટો વરસાવતો વિડિયોમાં જોવા મળ્યો હતો. સોશ્યલ મીડિયા પર આ વિડિયો વાઇરલ થતાં નવી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના કમિશનરે કૉન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો હતો.
કૉન્સ્ટેબલનું વર્તન શિસ્તબદ્ધ પોલીસદળના સભ્યને છાજે એવું નથી અને ખાસ કરીને અનૈતિક પ્રવૃત્તિઓ અટકાવવાની તેમની જવાબદારી હોવા છતાં આ હરકત સામે આવી હોવાથી કાર્યવાહી કરી હોવાનું પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું. આ કેસમાં વિભાગીય તપાસ હાથ ધરવામાં આવશે.