નવી મુંબઈ 100 ટકા રસીકરણ પૂર્ણ કરનાર પ્રથમ શહેર બન્યું

19 October, 2021 08:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નવી મુંબઈ મહાનગર પાલિકાએ તેના વિસ્તારના 100% નાગરિકોને કોરોના પ્રતિબંધાત્મક રસીનો પ્રથમ ડોઝ આપ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

નવી મુંબઈ મહાનગર પાલિકાએ તેના વિસ્તારના 100% નાગરિકોને કોરોના પ્રતિબંધાત્મક રસીનો પ્રથમ ડોઝ આપ્યો છે. નવી મુંબઈ મહાનગર પાલિકા 100 ટકા રસીકરણ પ્રાપ્ત કરનાર MMR ક્ષેત્રની પ્રથમ મહાનગર પાલિકા બની છે, જ્યારે આ સિદ્ધિ મેળવનાર રાજ્યની બીજી મહાનગર પાલિકા બની છે. 100 ટકા રસીકરણ પૂર્ણ કરનાર નવી મુંબઈ રાજ્યનું પ્રથમ શહેર બન્યું છે.

નવી મુંબઈ મહાનગર પાલિકા વિસ્તારના 11 લાખ 7 હજાર નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા 52 ટકા છે. મેડિકલ સ્ટોર્સ, હોટલો, સલુન્સ, બ્યુટી પાર્લર, પેટ્રોલ પંપ, ટોલ બૂથ તેમ જ ઘરગથ્થુ ગેસ વિતરણ સ્ટાફ, પુરુષ અને મહિલા કામદારો, ઓટો / ટેક્સી ડ્રાઇવરો, સોસાયટી વોચમેન વગેરે વ્યક્તિ માટે ખાસ રસીકરણ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઘર, તૃતીય પક્ષો માટે તેમ જ કોરી વિસ્તાર અને રેડ લાઇટ વિસ્તારોમાં પણ ખાસ રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે નવી મુંબઈ મહાનગર પાલિકાએ 100 ટકા રસીકરણનો તબક્કો પાર કરવામાં સફળ રહી છે, કારણ કે પથારીવશ લોકોને ઘરે રસી આપવામાં આવી છે.

દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં, 18 વર્ષથી વધુ ઉંમરના 70 ટકા નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પણ માહિતી આપી હતી કે રાજ્યમાં રસીકરણ વધારવામાં આવશે. રસીકરણ માટે મિશન કવચ કુંડલનો ફાયદો થયો છે. તેથી ભવિષ્યમાં અમે મિશન કવચ કુંડલને વધુ ઝડપથી અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ. ટોપેએ એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રએ દેશના રસીકરણમાં મોટું યોગદાન આપ્યું છે. દિવાળી પછી કોરોના વધી શકે છે, પરંતુ ત્રીજી લહેરનો ભય નથી.” એમ ટોપે ઉમેર્યું હતું.

mumbai mumbai news navi mumbai covid vaccine vaccination drive