05 November, 2023 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાણીની બાલદીની પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના નવી મુંબઈ (Navi Mumbai)માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ઘરમાં પાણી ભરેલી મોટી ડોલમાં પડી જતાં 10 વર્ષના છોકરાનું મોત નીપજ્યું છે એમ પોલીસે રવિવારે આ બાબતે જાણકારી આપી હતી.
પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારની સાંજે બની હતી. મળતી માહિતી અનુસાર જ્યારે બાળક નવી મુંબઈ (Navi Mumbai)ના પલાસ્પે વિસ્તારમાં તેના ઘરમાં પાણી ભરેલી ડોલ પાસે રમી રહ્યો હતો. તે દરમિયાન છોકરો રમતાંરમતાં પાણીની ડોલમાં પડી ગયો હતો.
પનવેલ શહેર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ છોકરાના વાલી દ્વારા આપવામાં આવેલી માહિતીને ટાંકીને જણાવ્યું જણાવ્યું હતું કે તે અકસ્માતે ડોલમાં પડી ગયો હતો અને તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો જેને કારણે તેનું મૃત્યુ થયું હતું.
અધિકારીએ આ બાબતે વધુ માહિતી આપતા કહ્યું હતું છોકરાને નવી મુંબઈની (Navi Mumbai) નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના નવી મુંબઈ (Navi Mumbai)માં પરિવારના સભ્યો પર દુઃખનો જાણે કે પહાડ જ આવી ગયો છે. જ્યારે તેઓએ ખબર પડી કે તેમનો પુત્ર હવે આ દુનિયામાં નથી રહ્યો ત્યારે તેમના રૂદનનો કોઈ પર નહોતો.
કોઈએ વિચાર્યું પણ ન હતું કે 10 વર્ષનો છોકરો રમતા રમતા આ રીતે મરી જશે. અધિકારીએ જણાવ્યું કે આ પછી છોકરાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે.
આ અંગે માહિતી આપતાં પનવેલ ટાઉન પોલીસ સ્ટેશનના એક અધિકારીએ છોકરાના પરિવારજનોને ટાંકીને જણાવ્યું કે છોકરાના માતા-પિતાએ કહ્યું કે તેમનો પુત્ર અકસ્માતે ડોલમાં પડી ગયો અને શ્વાસ રૂંધાવા લાગ્યો. જ્યારે છોકરાને ડોલમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે છોકરો બેભાન હતો.
અગાઉ પણ પૂણે અને પિંપરી-ચિંચવડમાં ગણેશ વિસર્જનના દિવસે આવી જ ઘટના થઈ હતી. આ ઘટનામાં 4 વર્ષના બાળકનું મોત થયું હતું. બાળક પાણીની ટાંકીમાં પડી ગયું હતું. આ ઘટનાની માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે 4 વર્ષનો બાળક મોશીની મિન્ત્રા સોસાયટીમાં રહેતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર તે તેના માતા-પિતા સાથે ગણપતિ વિસર્જન જોવા ગયો હતો અને પાણીની ટાંકી પાસે ઉભો હતો. સોસાયટીના સભ્યો વગાડવામાં આવી રહેલા ગીતો પર ડાન્સ કરવામાં મશગુલ હતા ત્યારે અચાનક બાળક ટાંકીમાં પડી ગયો. ટાંકીમાં જેવો બાળક પડ્યો કે કોઈનું પણ ધ્યાન ગયું નહોતું. બાળક પર કોઈએ ધ્યાન ન આપ્યું. પાણીની ટાંકી ખુલ્લી હતી આ માટે સોસાયટીના બિલ્ડરને જવાબદાર ઠેરવાયો હતો.