ક્રિષ્ના હેગડેની નવરાત્રિ સામે રહેવાસીઓનો વિરોધ

19 October, 2012 08:51 AM IST  | 

ક્રિષ્ના હેગડેની નવરાત્રિ સામે રહેવાસીઓનો વિરોધ



આ વિશે વિધાનસભ્ય ક્રિષ્ના હેગડે સાથે વાત કરતાં તેમણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે, ‘મંગેશ વામન દુભાશી મેદાન પાસે મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસતા હોવાથી અને ગુજરાતી સંસ્કૃતિને પ્રોત્સાહન મળી રહે એ હેતુથી મં અહીં નવરાત્રિનું આયોજન કર્યું છે. પરંતુ અમુક લોકોએ આ નવરાત્રિનો વિરોધ કરી સુધરાઈમાં ફરિયાદ કરી છે. ભૂતકાળના સમયમાં વિરોધ કરનારા લોકો જ અહીં ઈસ્ટર્ન-વેસ્ટર્ન ડાન્સ, ડિસ્કો અને દાંડિયાનું પણ આયોજન કરતા હતા. મને કોર્ટના આદેશની જાણ ન હતી તેમ જ મારી પાસે સુધરાઈની બધી જરૂરી એવી મંજૂરી હોવાથી મેં નવરાત્રિનું આયોજન કર્યું છે’

રહેવાસીઓનું કહેવું છે કે ૧૯૮૫થી સિટી સિવિલ ર્કોટે મંગેશ વામન દુભાશી મેદાન ફક્ત સ્ર્પોટ્સ માટે અનામત કર્યું છે. સિનિયર ઍડવોકેટ મધુકર કોઠારીના નેતૃત્વ હેઠળ આ વિરોધ કરી રહ્યા છે. જેમણે સ્પોર્ટ્સ માટે અનામત રાખવા માટેનો એક કેસ ૨૭ વર્ષ પહેલાં ફાઇલ કર્યો હતો. 

સિનિયર ઍડવોકેટ મધુકર કોઠારીએ કહ્યું હતું કે ‘આ પહેલાં ૧૯૮૫થી અહીં કોઈ કાર્યક્રમ થયા હોય એવું મારા ધ્યાનમાં નથી. કોર્ટના આદેશ છતાં સુધરાઈ અહીં કાર્યક્રમો માટે મંજૂરી કેવી રીતે આપે છે?’

કે-ઈસ્ટના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વિશ્વાસ શંકરવારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘કોર્ટના આદેશની અમારે તપાસ કરવી પડશે. પછી જ અમે નિર્ણય લઈશું.’

એમએલએ = મેમ્બર ઑફ લેજિસ્લેટિવ ઍસેમ્બલી