નાશિકમાં લૂંટારાઓએ બે દિવસમાં બે એટીએમ તોડી ૪૫ લાખની લૂંટ ચલાવી

23 August, 2019 02:21 PM IST  |  નાસિક

નાશિકમાં લૂંટારાઓએ બે દિવસમાં બે એટીએમ તોડી ૪૫ લાખની લૂંટ ચલાવી

નાશિકમાં લૂંટારાઓએ બે દિવસમાં બે એટીએમ તોડી ૪૫ લાખની લૂંટ ચલાવી

અજ્ઞાત લૂંટારાઓએ બુધવારે અને ગઈ કાલે મહારાષ્ટ્રના નાશિક શહેરનાં બે એટીએમને નિશાન બનાવ્યાં હતાં તથા તેઓ ૪૫ લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા એમ પોલીસે જણાવ્યું હતું.
ગઈ કાલે સવારે શહેર નજીકના મખમલાબાદ ગામમાં આવેલ‌ી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના એટીએમમાંથી ૩૨ લાખ રૂપિયા લૂંટવામાં
આવ્યા હતા.
લૂંટારાઓએ વહેલી સવારે ગૅસ કટર વડે એટીએમનું કૅશ ડ્રૉઅર ખોલી નાખ્યું હતું અને મતા લઈને નાસી છૂટ્યા હતા એમ મ્હાસરુલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું. એટીએમ ખાતે કોઈ સિક્યૉરિટી ગાર્ડ તહેનાત ન હતો.
એ અગાઉ, અજાણ્યા લૂંટારાઓએ બુધવારે મળસ્કે આશરે ત્રણ વાગ્યે અહીંના જેલ રોડ વિસ્તારની એસબીઆઇનું એટીએમ ગૅસ કટર વડે તોડીને ૧૩ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.
એટીએમને તોડતાં પહેલાં તેમણે સીસીટીવી કૅમેરાના વાયરો કાપી નાખ્યા હતા. આ બન્ને કેસ અંગે તપાસ ચાલી રહી છે એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

mumbai nashik