Mumbai: બેકરીની આડમાં ચાલ્યું ડ્રગ્સનું કારોબાર, NCBની છાપેમારી, બેની ધરપકડ

13 June, 2021 04:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મલાડ સ્થિત એક બેકરી શૉપમાં ખાવાનો સામાન વેચવાની આડમાં ડ્રગ્સના ધંધાનો ખુલાસો કર્યો છે. છાપેમારી કરીને એનસીબીએ બેકરીના માલિક સહિત અન્ય પણ પકડાયા છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

ડ્રગ્સ વિરુદ્ધ મુંબઇમાં ચાલતા અભિયાન હેઠળ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ મોટી કાર્યવાહી કરી છે. અહીંના મલાડ સ્થિત એક બેકરી શૉપમાં ખાવાનો સામાન વેચવાની આડમાં ડ્રગ્સના ધંધાનો ખુલાસો કર્યો છે. છાપેમારી કરીને એનસીબીએ બેકરીના માલિક સહિત અન્ય પણ પકડાયા છે.

એનસીબીને સૂત્રો પાસેથી માહિતી મળી છે કે બેકરીની આડમાં મલાડમાં ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે. એનસીબીએ પુખ્ત સાબિતીઓ એકઠી કર્યા પછી બેકરીમાં છાપેમારી કરી. છાપા દરમિયાન બેકરીમાંથી 160 ગ્રામ ગાંજો મળ્યો છે.

કેક-પેસ્ટ્રીની આડમાં ડ્રગ્સનો સપ્લાય કરતા હતા
કહેવામાં આવી રહ્યું છે કે કેક, પેસ્ટ્રી અને બીજી બેક્ડ આઇટમની આડમાં આ ડ્રગ્સનો ધંધો થઈ રહ્યો હતો. કેટલાક હાઇપ્રૉફાઇલ લોકોને આની માહિતી હતી. તે ડ્રગ્સ ઑર્ડર કરતા હતા અને બેક્ડ આઇટમની આડમાં ડ્રગ્સનો સપ્લાય સરળતાથી થતો હતો.

બે લોકોની અટકમાં પૂછપરછ
એનસીબીએ બેકરીમાંથી બે લોકોને અટકમાં લઈ લીધા છે. અધિકારીઓએ જણાવ્યું કે હજી પૂછપરછ થઈ રહી છે કે ડ્રગ્સનો ધંધો બેકરીની આડમાં ક્યારથી થઈ રહ્યો હતો? તેમના ગ્રાહકો કોણ-કોણ છે? આનું માસ્ટર માઇન્ડ કોણ છે? શક્ય છે કે આ મામલે કેટલાક હાઇ પ્રૉફાઇલ લોકોના નામ સામે આવ્યા.

Mumbai mumbai news Crime News mumbai crime news