નારાયણ મૂર્તિનાં તાતાને ચરણસ્પર્શ, ઇન્ટરનેટ પર શ્રેષ્ઠ ક્ષણો

29 January, 2020 04:19 PM IST  |  Mumbai | Mumbai Desk

નારાયણ મૂર્તિનાં તાતાને ચરણસ્પર્શ, ઇન્ટરનેટ પર શ્રેષ્ઠ ક્ષણો

ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મુર્તિ આજે ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યા છે. તેમના સંસ્કરા અને ઉમદા નમ્રતાની લોકો દુહાઇ આપી રહ્યા છે. એક કાર્યક્રમ દરમિયાન નારાયણ મુર્તિએ રતન તાતાના ચરણ સ્પર્શ કર્યા .

લેજન્ડરી બિઝનેસમેન તાતા અને નારાયણ મુર્તિએ મુંબઇમાં થયેલા એક કાર્યક્રમમાં મંચ શેર કર્યો હતો અને આ દરમિયાન તાતાને પોતાના હસ્તે એક એવોર્ડ એનાયત કર્યા પછી નારાયણ મુર્તિએ તરત વાંકા વળી તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. આ જેશ્ચરે રતન તાતાનું હ્રદય સ્પર્શી લીધું અને તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં આ પ્રસંગનો વીડિયો પણ શેર કર્યો.

વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, મહાન મિત્ર નારાયણ મુર્તિને હાથે એવોર્ડ મેળવવો એક સન્માનની વાત છે. TIEcon, મુંબઇએ પણ આ ઘટનાને એક ઐતિહાસિક ઘટના તરીકે વર્ણવી હતી અને ટ્વીટર પર આ ઇમેજ શેર કરી હતી.

 

 

 

રતન તાતાએ આ સ્ટોરી અપલોડ કરી પછી તરત જ ટ્વીટર પર તથા અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આ ઘટના વાઇરલ થઇ હતી. 73 વર્ષનાં નારાયણ મુર્તિની આ નમ્રતાના ભારોભાર વખાણ થયા હતા.

 

 

કોઇએ આ ઘટનાને ઐતિહાસક ગણાવી તો કોઇએ આ જ ભારતનું સાચું કલ્ચર છે તેવા ટ્વીટ કર્યા હતા. એક ટ્વીટર યુઝરે કહ્યું હતું કે આ જોઇને મને ઘણું શીખવા મળ્યું છે.

 

 

એક યુઝરે આ ઘટનાને ચમત્કારી ગણાવી છે અને એક અબજોપતિ બીજા અબજોપતિને ચરણ સ્પર્શ કરે તે બતાડે છે કે નારાયણ મુર્તિ કેટલા નમ્ર છે અને રતન તાતાએ તેમની જિંદગીમાં ખરેખર શું મેળવ્યું છે તે પ્રકારનું ટ્વીટ કર્યુ હતું.

 

 

ઇન્ટરનેટ પરની શ્રેષ્ઠ ચીજમાંની એક ગણાયેલી આ ઘટના ખરેખર અભૂતપૂર્વ છે. 

ratan tata mumbai mumbai news infosys