મિડ-ડે ઇમ્પેક્ટ : નાલાસોપારાના સ્મશાનમાં આવી નવી ચિતા

29 December, 2011 07:55 AM IST  | 

મિડ-ડે ઇમ્પેક્ટ : નાલાસોપારાના સ્મશાનમાં આવી નવી ચિતા


સમાચાર પ્રસિદ્ધ થયાના દોઢેક મહિનામાં જ સ્મશાનમાં નવી ચિતા બેસાડવામાં આવી છે. ઉપરાંત લોકોને બેસવા બાંકડાઓ, ટૉઇલેટ, પાણીની ટાંકી વગેરેની વ્યવસ્થા પણ બે-ત્રણ મહિનામાં થઈ જશે. આ સાથે સ્મશાન ફરતે પચીસેક ફૂટની ઊંચાઈ ધરાવતા પતરાના શેડ પણ લગાવવામાં આવી રહ્યા છે જેથી આજુબાજુનાં મકાનોમાં રહેતા લોકોને તકલીફ ન થાય.